________________
સ્થાનકવાસી સંઘ
[ ૨૧૩
જરાપણુ: જુદાઇ વિના ભાગ લેતાજ રહ્યા. પેાતાના ઉપાશ્રયમાં લઇ જઇ અનેક દિવસ વ્યાખ્યાનો કરાવ્યાં. સ્વ॰ સ્થાનકવાસી સાધુજી તપસ્વી શ્રી સુંદરલાલજીના નામની કન્યાશાળાની સ્થાપના અમારા હાથે કરાવી. એ સિવાય જ્યારે જ્યારે એમની સસ્થાઓના મેળાવડા કર્યો, ત્યારે ત્યારે સંધની કમીટીએ ઠરાવે! કરીને એક ગુરુ તરીકે સમ્માન આપ્યું. અમારી સાધુ મંડળીમાં કોઇને પણ જ્યારે જ્યારે અશાતા વેદનીયનો ઉદય થતા, ત્યારે ત્યારે ડા. ન્યાલચંદે જેમ રાત દિવસ ખડે પગે ઉભા રહીને દવાએ કરી, તેવીજ રીતે મારી સમ્ર ખીમારીમાં સ્થાનકવાસી ભાઇઓએ, મદિરમાગી ભાષઓની સાથે મળીને રાત-દિવસના ઉજાગરા વેઠી વૈયાવચ્ચ પણ કરી. ગયા વર્ષ (૧૯૯૪) માં કાઇક અનિવાર્ય કારણે મહાવીર જયન્તીની સભા નહિ ભરવાનું દિમાગી સંધે ઠરાવ્યું, સ્થાનકવાસી ભાઈઓએ પણ સધની મીટીંગ ખેલાવી રાવ કરીને મદિરમાગીઅે સંઘના ઠરાવને સહકાર આપ્યા અને તેમણે પણ જયન્તીની સભા ભરવી મુલતવી રાખી, મંદિરમાગી` સંધ તરફથી દીક્ષાના ઉત્સવ થયા, ગુરુદેવની જયન્તીએ થઇ અને એવા બીજા કેટલા યે પ્રસંગેા આવ્યા કે જેમાં સ્થાનકવાસી ભાઇઓએ જરામાત્ર પણ ભેદ અતાવ્યા સિવાય એકાકારથી સહકાર આપ્યા અને ભક્તિ અને પ્રેમ બતાવ્યેા. એટલું જ શા માટે ? સ્થાનકવાસી સધના સેક્રેટરી ભાઇ ખીમચંદ્ર વારાએ અમારા સબંધમાં જે હૃદયના ભાવ જાહેરપત્રા દ્વારા પ્રકટ કર્યાં છે, એ પણ શું એમના દિલની એછી વિશાળતા બતાવે છે ? ન કેવળ એમાં ભક્તિ અને હૃદયના સાચા શાસન પ્રેમ, અને ગુરુએ આ રહ્યું તેમના હૃદયનું ચિત્ર :
પ્રેમ જ છે, એમાં એમના પ્રત્યેની શ્રહા પ્રકઢ થાય છે.
જગત પર પ્રતિક્ષણે જન્મ પામતી પ્રત્યેક ઘટના અમુક અભાષિત હિતને લક્ષ્ય કરતી હોય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગત પરની ધટના સર્વાંગે ઉત્થાન માટ સચાજિત થયેલ તત્ત્વા માટે નિર્ણિત થયેલ હેાય છે.
rr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org