________________
પુસ્તકના પ્રકાશનને અંગે કેની સામગ્રી પૂરી કરવામાં કરાચી મ્યુનિસિપલ કેળવણીખાતાના વડા શ્રીયુત લાગે સાહેબ, “ડેલીગેઝેટ'ના એડીટર શ્રી તારાપરવાળા, “સિંધસેવકના અધિપતિ શ્રીયુત ભદ્રશંકર ભદ, “આનંદ પ્રેસ ” ભાવનગરના મેનેજર ભાઈ હરિલાલ શેઠ, “જન
તિ” અહમદાવાદના તંત્રી ભાઈ ધીરજલાલ ટોકરશી શાહ તેમજ ગુજરાત પબ્લીસીટી કોર્પોરેશન’વાળા ભાઈઓ વિગેરે મહાનુભાવોએ પ્રસન્નતાપૂર્વક જે ઉદારતા બતાવી છે, તે માટે અમે તેમનો આભાર માનીએ છીએ. એ સિવાય કરાચીવાળા શ્રીયુત ભાઈ ચતુર્ભુજ વેલજીનો પણ આભાર માનીએ છીએ કે જેમણે જુદે જુદે સ્થળેથી બ્લોક મેળવી આપવામાં ખાસ મહેનત લીધી છે.
છેલામાં છેલ્લી ઢબનો પ્રેસકળાનો ઉપયોગ કરીને પુસ્તકને અતિ સુંદર તેમજ વખતસર તયાર કરી આપવામાં “પ્રભાત પ્રેસના માલિક ભાઈશ્રી મેહનલાલ દવે અને તેમના પુત્રાએ જે કાળજી રાખી છે, એ માટે અમે તેમને પણ અત્યન્ત ઋણિ છીએ.
સિંધમાં જવા માટે મુનિરાજોને ઉપયોગી થઈ શકે તેવો જાદા જુદા ભાર્ગો બતાવનારે નકશો કરાચીના ઈજીનીયર શ્રીયુત ચિમનલાલ કુવાડિયાના પુત્રો ભાઈ નેમિચંદ તથા હસમુખલાલે અતિ પરિશ્રમ લઇ બનાવી આપે, તે માટે અમે તેમના પણ આભારી છીએ.
પુસ્તકમાં આવતાં નામે ગામ તેમજ ટાઓવાળા મહાનુભાવોનો પરિચય ક્યાં ક્યાં છે? તે જાણવા માટે પુસ્તકની અંતમાં પૃષ્ઠના નંબરો સાથે અનુક્રમણિકા આપવામાં આવી છે, તે જેવાથી અનુકુળતા થશે.
ઉજજન (માળવા)
૧-૨-૩૯
દીપચંદ બાડીયા મંત્રી શ્રી વિ. ધ. સ. જૈનગ્રંથમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org