________________
વિશિષ્ટ વ્યકિતઓ
[ ૨૯૩
પ્રસિદ્ધ ભાઈ ભૂપતરાય મો. દવે; આખા હિંદુસ્તાનમાં “ટેનીસ ચેમ્પીયન' તરીકે પ્રસિદ્ધ અને સેંકડો કપ તથા ઈનામો મેળવનાર બહેન મિહરૂબહેન દુબાસ; આર્યસમાજમાં ખૂબ પ્રસિધ્ધ અને ઉદારરિત પં. લેકનાથ; દેશ અને જીવદયાની સેવામાં સારો ભોગ આપનાર છે. તારાચંદજી ગજરા વિગેરે એવી એવી સંખ્યાબંધ વિભૂતિઓ કરાચીન આંગણે છે કે જેઓની કાર્યદક્ષતાથી, જેઓની સેવાથી, જેઓની ઉદારતાથી અને જેઓની હયાતિથી કરાચી શોભી રહ્યું છે, અને જેમના વિશિષ્ટ ગુણે માટે કોઈને પણ ભાન ઉત્પન્ન થયા વિના નથી રહેતું. આવા મહાનુભાવોમાં ડૉ. વિશ્વનાથ પાટીલ (દાદા); આંખની અસાધારણ કુશળતા ધરાવનાર ડૉ. અંકલેશ્વરિયા; આયુર્વેદના અસાધારણ વિદ્વાન વિદ્યરાજ નવલશંકરભાઈ અને મ્યુનિસીપાલીટી તેમજ ધારાસભાના મેમ્બર ર્ડો. પોપટલાલ; હેમીઓપેથીક ડે. થારાની; વાહ અને થશનામી વૈદ્યરાજ સુખરમાદાસ વિગેરેને પણ સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org