________________
આ વિશિષ્ટ વ્યકિતઓ
[ ૧૮૧
અમી અને ગંભીરતાવાળી કઈ વ્યક્તિ કે સભાના એક ખુણામાં ચુપચાપ બેઠેલી જએ, તો સમજો કે તે કરાચીને સાચો નાગરિક દુખિયાને બેલી જમશેદ મહેતા છે. અથવા થીયોસોફીકલ સોસાયટીમાં ઉપર પ્રમાણેની આકૃતિવાળ, જરા પણ હાથના કે મેઢાના હાવભાવ વિના સીધી અને સાદી ભાષામાં અતિશયોક્તિ કે આડંબર વિનાની ભાષામાં “આત્મિક તત્વ સમજાવતે કઈ તત્ત્વજ્ઞાનોને બોલતો જૂઓ તો સમજી લેજો કે તે જમશેદ મહેતા છે..
જમશેદ મહેતા કેટલા લોકપ્રિય છે ? એઓ લેકાના દુ:ખમાં કેટલો ભાગ લે છે? એમને આખો યે સમય જગતની સેવામાં કેવી રીતે પસાર થાય છે? એ બધું જેવું હોય તે, એમની રાજનિશી” તપાસ. મિનીટની ફુરસદ નહિ. સવારમાં ઉઠી, પ્રાર્થના કરી, હાઈ ધોઈ બહાર નિકળે સાત વાગે, ત્યારથી રાત્રે સુવે ત્યાંસુધી કેવળ સેવા, સેવા અને સેવા જ. લાખોની સંપત્તિ લોકોની સેવામાં સમર્પિત કરી આજે તો જમશેદ જાણે ફકીર થઈ ગયા છે, એમ કહી શકાય. રેગી દવા લેવા તો તેમની પાસે જાય. કેઈ ગરીબ વિધવા પેટપેષણનું સાધન કે અનાજ કાપડની માગણું કરવા તે તેમની પાસે જાય. કોઈ પણ જાતિમાં મતભેદ પડયો હોય તે વગર પૂછ્યું લવાદ જમશેદ નિમાય. દુષ્કાળ કે ધરતીકંપ વખતે પૈસો ભેગો કરવો હોય તે જમશેદની આગેવાની વિના કંઇ ન થાય. સંસ્થા
માં પૈસો ખુટયો હોય અને સંસ્થાને ચલાવવામાં સાંસા પડી રહ્યા હોય તે સંસ્થાના સંચાલકે વિચાર કરશેઃ “ચાલે, ભાઈ જમશેદ પાસે.” કઈ બેકારને નોકરી જોઇતી હોય, પછી તે જમશેદને ઓળખતા હોય કે ન હેય, સવારના સાત વાગે જમશેદના દરવાજા ખડખડાવશે. આજે તે કરાચીમાં સુખના પ્રસંગમાં કે દુઃખના પ્રસંગોમાં જમશેદ અને જમશેદ જ છે. કોઈ પણ ધર્મનું, કોઈ પણ સમાજનું, કોઈ પણ ક્ષેત્રનું કંઇપણ કામ હોય, તે ચાલે જમશેદ પાસે. પારસીઓના જમશેદ આજે આખી કરાચીના જમશેદ થઈ પડયા છે. જમશેદના શરીરની પાછળ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org