________________
વિશિષ્ટ વ્યકિતઓ
[ ૧૭૮
નૃત્યકાર હોય છે; કોઈનું ભેજું ગણિતમાં આરપાર ઉતરી જાય છે, તે કેઈ આકાશના તારાઓને આંગળીના વેઢા ઉપર રમાડે છે; કેઈ અભિનય કળામાં કુશળ છે, તે કોઈ જાદુના ઝપાટા લગાવે છે. આમ માનવસમૂહમાં જુદી જુદી શક્તિઓ અને જુદા જુદા ગુણેને ધારણ કરનારી વ્યક્તિઓ આપણું આંખો હામે આવીને ઉભી રહે છે.
અશકયતા .
કરાચી, પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, ત્રણથી સાડાત્રણ લાખની વસ્તીવાળું શહેર છે. જે માણસ વધારે મનુષ્યોના પ્રસંગમાં આવે છે, એને અનેક પ્રકારની વિશિષ્ટતાવાળી વ્યક્તિઓનો સમાગમ થાય છે. અમારા જેવા સાધુઓ, કે જેની પાસે સુખી કે દુઃખી, ત્યાગી કે ભેગી, રેગી, કે શેકી, ગરીબ કે તવંગર, વિદ્વાન કે મૂર્ખ—સૌને આવવાની છુટ હેય છે અને જે જેન કે અજૈન, પારસી કે યહુદી, હિંદુ કે મુસલમાનસૌની વચમાં જવામાં જરાયે સંકોચ ન રાખતા હેય, બલકે પોતાને ધર્મ સમજતા હોય, એવાની દૃષ્ટિ સન્મુખ ત્રણ લાખ માણસોની વસ્તીમાંથી ઉપર બતાવ્યા તેમાં કોઈ ને કઈ ગુણ ધરાવનાર કેટલી વિશિષ્ટ વ્યક્તિઓ આવી હશે, એનું અનુમાન વાચકે સ્વયં કરી શકે છે. આટલી બધી વિશિષ્ટ વ્યક્તિઓ, કે જેની સંખ્યાજ ન કહી શકાય, અને જેના ભેદ પાડવા યે મુશ્કેલ થઈ પડે, તે બધાને પરિચય અહિં કરાવો એ કેટલું કઠીન કાર્ય છે, એ પણ સહેજે સમજી શકાય તેમ છે. એટલું જ નહિ પરન્તુ, ઘણા મિત્રોને-ઘણુ ગુણવાનેને અન્યાય કરનારું પણ થઈ પડે, એ ભય હે જે ઉત્પન્ન થાય તેવું છે. તેમ છતાં પણ મારા અત્યંત નિકટના પરિચયમાં આવેલા અને જેના માટે મારા મન ઉપર વધારે અસર થઈ હોય, એવાઓના સંબંધમાં પણ સર્વથા મૌન રહેવાથી, જેમ મારી આ કૃતિમાં અપૂર્ણતા રહે, તેમજ મારા હાર્દિક ભાવને છુપાવવા જેવું પણ મેં કર્યું છે, એવું મને હંમેશા ડંખ્યા કરે; અને તેટલાજ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org