SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] મારી સિંધયાત્રા સ્થપાયું. તે પછી આ સંસ્થા ધીરે ધીરે આગળ વધતાં, ઇ. સ. ૧૯૩૮ની સાલમાં આ સંસ્થાની વ્યવસ્થાપક સભાએ બાળાઓને પણ “માધ્યમિક કેળવણું આપવાનો પ્રયાસ આદર્યો. આજે આ સંસ્થા પણ પિતાનું સ્વતંત્ર સ્થાન ધરાવે છે. ભાઈ મનસુખલાલ જોબનપુત્રા આ સંસ્થાના “આમ” તરીકે બધું સંચાલન કરી રહ્યા છે. કરાચીના નાગરિક ભાઈ જમશેદ મહેતા અને શેઠ હરિદાસ લાલજી, તેમજ શેઠ ભગવાનલાલ રણછોડદાસ વિગેરે કેટલીક ઉદાર વ્યકિતઓ આ સંસ્થાનું પોષણ કરી રહી છે. - “શારદા મંદિરનું મકાન આપણું જુના આશ્રમોની ઝાંખી કરાવે છે. ત્યાંનું વાતાવરણ હર વખતે શાંત દેખાય છે. વ્યાયામ, સંગીત અને એવા કેટલાક લાભદાયક વિષયોની નવી નવી યોજનાઓ આ સંસ્થામાં અમલમાં મૂકાય છે. બાહ્ય સ્વરૂપે સંસ્થાની આ પ્રવૃત્તિ રાષ્ટ્રીય ભાવનાવાળી દેખાય છે. આંતર દૃષ્ટિએ પરિણામ તો સરકારી સ્કૂલના પરિણામ જેવું જ સ્પષ્ટ છે. આ સંસ્થાના શુભેચ્છકો ગમે તેવા ભાગે પણ આ સંસ્થા “રાષ્ટ્રીય વિદ્યાપીઠ' બને, અને સહશિક્ષણ ની પદ્ધતિ બંધ થાય, એ બે વસ્તુઓ ચાલી રહ્યા છે. આમ થાય તો દેશનું સદ્દભાગ્ય ! ૪ મહાવીર વિદ્યાલય-કરાચીની ઉપરની સંસ્થાઓની સાથે મહાવીર વિદ્યાલય” નું નામ પણ મૂકી શકાય છે. સં. ૧૯૩૩ના એપ્રીલની ૧૩મી તારીખે આ સંસ્થાનો જન્મ થયો છે. અંગ્રેજી પાંચમા ધોરણ સુધી બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે. નાતજાતના કંઇપણ ભેદ વિના કોઈપણ ગુજરાતી બાળકને કેળવણી આપવી, એ આ સંસ્થાનો ઉદ્દેશ છે. સાંભળવા પ્રમાણે આ વર્ષથી છ-સાતમું ધારણ પણ દાખલ કરવાના છે. સંસ્થાના પ્રીન્સીપાલ મેતીચંદ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy