________________
૧૬૬]
મારી સિંધિયાત્રા
આજે કરાચીમાં કોઈ પણ કોમના ગુજરાતીઓ નજરે પડશે, કચ્છી, લુહાણ, ભાટિયા, જન, વેરા, ખેજા, મેચી, હજામ, વાઘરી, મેઘવાળ અને કડિયા, મિસ્ત્રી, સુતાર–આદિ તમામ કોમ છે.
| ધામિક દૃષ્ટિએ વિચારીએ તે કોઈપણ ધર્મના અનુયાયીઓ કરાચીમાં મૌજૂદ જણાશે. સનાતની કે જન, રામાનુજ કે વલ્લભસંપ્રદાયી, કબીરપંથી કે સ્વામીનારાયણી, પારસી કે મુસલમાન-સૌ કોઈ ધર્મના અનુયાયિઓ કરાચીમાં છે. ધર્મ એ તે મનુષ્યની સાથે સાથે છાયાવત્ ચાલનારી વસ્તુ છે. જ્યાં માણસ જાય ત્યાં તેનો ધર્મ યે જાય. તેજ હિસાબે દરેક ધર્મવાળાઓએ પોતપોતાનાં ધર્મસ્થાનકે બનાવી આ “અનાર્ય' કહેવાતી ભૂમિને પણ “આર્યભૂમિ' બનાવી છે. અને તેમ કરીને આર્યોનું આદિ “નિવાસસ્થાન સિંધ છે, 'એ કથનને પુનર્જીવન આપ્યું છે.
શરુઆત ક્યારે થઇ?
એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે સિંધ એ કચ્છ અને ગુજરાત કાઠિયાવાડથી વધારે દૂર નથી. પરંતુ આટલા નજીકના મુલકમાં પણ આવવું ઘણું કઠણ હતું. કચ્છનું રણ ઉલંઘવું કે થરપારકર જીલ્લાના રેતીના પહાડ ઉલ્લંઘવા, એ કંઈ રહેલી વાત નથી. અત્યારે જૈન સાધુઓને ગુજરાત કાઠિયાવાડથી કે મારવાડ-મેવાડથી સિંધમાં આવવું જેટલું કઠણ છે, એના કરતાં વધારે કઠણ તે વખતે ગૃહસ્થને સિંધમાં આવવાનું હતું. છતાં સાહસ શું કામ નથી કરી શકતું? પુરુષાર્થ કઈ સિદ્ધિ નથી મેળવી આપતું ? અને તેમાં કે જ્યારે પેટનો સવાલ આવીને ઉભો થાય છે, ત્યારે માણસ ન કરવાનું અને અશક્યમાં અશકય સાહસ પણ ખેડી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
For Pu
www.jainelibrary.org