________________
૧૫૦ ]
મારી સિંધયાત્રા
અત્યારની સ્વદેશી ચળવળને આદર આ કામમાં બહુ ઓછા છે. સ્ત્રીઓમાં કે પુરુષોમાં વિદેશી તત્ત્વજ વધુ જોવાય છે. અત્યારની શિક્ષામાં આગળ વધેલી અથવા વધી રહેલી સ્ત્રીઓ તો રેશમી કપડાં સિવાય ભાગ્યેજ બીજું કપડું પહેરે છે. અને તેમની સાડી પહેરવાની ખાસ કાઈ એક ફેશન નથી, જુદા જુદા સમયની જુદી જુદી સાડી ને જુદી જુદી ફેશન. આ સ્ત્રીઓ, જેવાં ને જે ઢબે કપડાં પહેરે છે, તેમ પિતાના શરીરને શણગારે છે, એનું વર્ણન અમારા જેવાને કરતાં યે ન આવડે અને અમારા જેવાથી થાય પણ નહિં.
' કહેવાય છે કે લગભગ પચીસ વર્ષ પહેલાં આ સિંધી હિંદુઓની સ્ત્રીઓમાં જનામાં જના મારવાડના પડદાને પણ ભૂલાવે તે પડદો હતો. સ્ત્રીઓના હાથ-પગની આંગળી સરખી પણ કોઈ જોઈ ન શકે. માથાથી પગની પાની સુધી આખું શરીર ઢંકાએલું જ રહે. અંદર રાખેલી આંખ ઉપરની જાળીથી, અથવા હાથની આંગળીઓથી એક આંખે જરા જોઈ લેતી. નાકમાં મેટા કુંડળાવાળી એક નથ પહેરે અને માથાના વાળની એક ઝીણું લટથી એ નથને બાંધે. હમણાં હમણું કઈ કઈ વૃદ્ધ સ્ત્રીઓ આ પુરાણું રિવાજના નમુના તરીકે જોવામાં આવે છે. કહેવાનો મતલબ કે છેલ્લામાં છેલ્લી ઢબની ફેશન આ કેમમાં પેસી ગઈ છે. કેટલીક બુટ્ટી માતાઓ પોતાની જુની આંખે આ નવા જમાનાના નખરા જેઈને તે આંખમાંથી આંસુ સારે છે. એ માતાઓના મન તે આજના નખરા એક ઉકાપાત સમાન દેખાય છે.
માત્ર વીસ-પચ્ચીસ વર્ષ જેટલા ટૂંકા સમયમાં આટલી બધી ફેશન આવી જવામાં–એટલું બધું પરિવર્તન થવામાં ખાસ કારણે તેવાં જોઈએ. મને તે એમ લાગે છે કે, સેંકડો વર્ષો સુધી સિંધના હિંદુઓની સ્ત્રી જાતિ મુસલમાનોના જુલ્માતના કારણે ઘોર અંધારામાં સબડી રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org