________________
ત્રાસદાયક ત્રિપુટી
(૧૧૭
સાધુનું એવું પણ મને થયું કે-“આમ ચાલી ચાલીને આપણે સંઘ દ્વારકા કેમ પહોંચશે? વાણીયા એક બે ડોળીએ પાલીતાણાથી મંગાવે તો ઠીક થાય !” આ તો બધા વિચારો જ. બાકી જેમ તેમ હિમ્મત રાખીને અમે આગળ વધતાજ ગયા.
સાપને ઉપદ્રવ
સાપોના ઉપદ્રવની જે હકીકતો વિહારની શરૂઆતમાં અમે સાંભળતા હતા, તેની સત્યતા માલાણું પરગણુમાંથી જાણવા લાગી. જે વાત સંભળાતી હતી, તેથી પણ વધારે સંભળાઈ. રેતીનાં મેદાનમાં અને પહાડોમાં ભયંકર સર્પો રહે છે. ઉડી ઉડીને શ્વાસને ચૂસી લેનારા સર્પો પણ અહીં છે. લાખો કરોડ દરની અંદર કયાં ઉંદર છે, ક્યાં નાળીયો છે, કે ક્યાં સાપ છે, તે જાણી શકાય નહિં. ક્યાંય પગ મૂકતાં કઈ વખતે નાગદેવતા ચરણસ્પર્શ કરી લે, એની પણ ખબર ન પડે. જુદી જુદી જાતના સાપોના કરડવાથી અનેકનાં મૃત્યુ થયાની કથા સાંભળવામાં આવી. રેલના પાટાઓમાં પણ સાપ લપાઈ રહે અને જરાક ખડખડાટ ચતાં ભડકીને એકદમ હુમલો કરે. રેલના ચાલવાથી અનેક સાપનાં માથાં કપાઈ ગએલાં પાટા પાસે પડેલાં જોવામાં આવવા લાગ્યાં. ઘણે ભાગે આ દેશમાં સાપે ગરમી અને વરસાદના દિવસોમાં વધારે નિકળે છે. અમારી આ પરગણાની મુસાફરી વખતે વધારે ગરમી પડવી શરુ નહોતી થઈ. હજુ ઠંડક હતી, એટલે અમને તેનાં દર્શન કવચિત જ થતાં. “પીવન' નામને સર્ષ પીળા રંગનો અને હાનો થાય છે. મોટા ભોરિંગથી લોકે જેટલા નથી ડરતા, તેટલા આ નાના સર્ષથી ડરે છે. કહેવાય છે કે મોકે મળતાં આ સાપ છાતી ઉપર ચડી જાય છે, અને શ્વાસ ખેંચી લે છે. દિવસ ઉગતાં માણસ પથારીમાંથી મરેલો માલૂમ પડે. દીવાની આગળ આ સાપ આંધળો બની જાય છે. બલકે દી દેખીને તે આવતો જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org