________________
ત્રાસદાયક ત્રિપુટી
[૧૧૫
પહાડે, એ પત્થર કે વનસ્પતિના નહિં, પરંતુ રેતીનાજ, ન કેવળ દૂરથી જ દેખાય. કે કોઈ સ્થળે તે રેલવે સડકની આજુબાજુમાં પાસેજ મોટા પહાડ ઉભા હોય. સડકની બે બાજએ દષ્ટિપાત કરીએ તો માઇલો સુધીમાં ન દેખાય ઝાડ કે ન મળે ઉભું રહેવાનું ઠેકાણું. પાણીનું નામ નહીં. ક્યાંય હોય તો પણ ખારૂં. છ-છ આઠ-આઠ દસ-દસ માઈલથી લોકો પાણી ભરી જાય, ચાર ચાર ને આઠ આઠ દિવસે એ ગામોનાં ઢેર પાણી ભેગાં થાય.
બાલોતરા પછી પગે ચાલનારાઓને માટે રેલ્વે સડકને છોડીને બીજા રસ્તે ચાલવું ભયંકર છે, એ રેતીના પહાડમાં એકાદ પગદંડી ચુકીએ તે કયાં ઉતરી જવાય, એનો પત્તો ય ન ખાય. રેતીનાં રણમાં ભંડીયા અને ગોખરૂની એટલી બધી બહુલતા કે લુગડું નીચે મૂકી શકાય નહિં. પગ મૂકતાં આખો પગ ભઠીયાથી ભરાઈ જાય ને નીચે બેસતાં તમામ કપડાં ભંઠીયાથી લેપાઈ જાય. હાથથી એકાદ ભંડીયું ઉખાડતાં સેંકડો ઝીણી ઝીણી ફાંસો આંગળીઓમાં પેસી જાય. રેલના પાટે પાટે ચાલતાં પણ આમાંની કઠીનતાઓ તે ખરીજ. ઘણે સ્થળે જ્યાં રેલવે લાઇનની પાસે જ રેતીના પહાડ હોય છે, ત્યાં આખી લાઈન રેતીથી ભરાયેલી હોય છે. આવે સ્થળે રેલની પગદંડીએ ચાલતાં પણ ઘણી તકલીફ પડે. વાસ ચઢી જાય, પગદંડીને છોડીને પાટાઓની વચમાં ચાલીએ, તે કાંકરાથી પગ કાણું થાય. બે પાટાઓની વચમાં સ્લીપર ઉપર પગ મૂકી ચાલીએ તો પગલાં લાંબાં લાંબાં પડે એટલે થોડી વારમાં સાથળમાંથી નસે ખીંચાવા લાગે. ધીરે ધીરે ચાલવા જઈએ, તે રેતીમાંથી બહાર નીકળવાને કેમ આરે આવે નહિં. અને જે લોકે ઉતાવળા ચાલે, તે આગળ જઈને પાછા થાય—એવા થાકી જાય કે થોડે દૂર જઈને બેસવું જ પડે. કેઈ કોઈ સ્થળે તે રિતીથી પાટા પણ ઢંકાઈ ગએલા હોય છે. આ સ્થળે બારમાસી (રેલના મજુર) પાવડા લઈને રેતી દૂર કરતાજ હોય છે. ભોજન પણ લોકો કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org