________________
પ્રવેશ
[૧૧૩
કરાચીમાં અમે પહેલે પહેલા આવીએ છીએ. અમને અહિંની પ્રજા સાથે વિશેષ પરિચય નથી. છતાં કરાચીમાં રહેનારા જેનો–સ્થાનકવાસી અને મંદિરમાગનો ઐક્યભાવ, સમભાવ બધાં ક્ષેત્રે કરતાં હું વધારે જોઇ શક્ય છું. હું તો એ જરૂર ચાહું છું કે જૈનધર્મના જુદા જુદા ફિરકાઓ કદાચિત્ બધા મટીને એક ન થઈ જાય, તો પણ સામુદાયિક દષ્ટિએ પિતાની ક્રિયામાં ચુસ્ત રહીને, જેનધર્મની ઉન્નતિ અને ખાસ કરીને ભગવાન મહાવીરની અહિંસાને ધ્યાનમાં લઈને સાર્વજનિક કાર્યોમાં પરસ્પરના સહકાર પૂર્વક કાર્યો કરે, તે તે વધારે ઈચ્છવા જોગ અને લાભકર્તા થઈ પડે.
* સામ્પ્રદાયિકતાના કારણે જૈનધર્મને ઘણું સહવું પડયું છે. જગતમાં શક્તિનું સ્થાપન કરનાર મહાવીરનો ધમ, તેને જે જૈનો બરાબર ઓળખે, તે વર્તમાનમાં ચાલતા ઘણુ કલેશે પોતાની મેળે જ શાન થઈ જાય. જ્યો આદુ-આગ્રહ હોય છે, ત્યાં રાગ-દ્વેષની વૃદ્ધિ હોય છે, અને જ્યાં રાગ-દ્વેષની વૃદ્ધિ, ત્યાં જનની ખામી.
અહિંના જેના માટે તે મારે એટલો જ સંદેશ છે કે તેઓએ અત્યારે પ્રારંભમાં જે અભાવ બતાવ્યો છે, તેવો કાયમનો અને સાચા દિલનો રાખે. અને જો તેમ થશે તે અમારૂં કરાચી આપવું વધારે અંશમાં સફળ થશે.
કરાચીની જન સિવાયની અન્ય પ્રજા પ્રત્યે પણ હું એજ ભાવના રાખું છું કે–અમે કાચીમાં જે કંઈ સેવાનું કાર્ય કરી શકીએ, તેમાં અમને સહકાર આપે.'
આ પ્રસંગે “સિંધસેવક'ના અધિપતિ શ્રીયુત ભદ્રશંકર ભટ્ટ, ભાઈ પી. ટી. શાહ અને સનાતનધર્મસભાના પ્રમુખ અને કરાચીના પ્રસિદ્ધ નાગરિક સિંધી ગૃહસ્થ શેઠ કામલ ચેલારામે પોતાની હાર્દિક ભક્તિના ઉગારે વ્યક્ત કર્યા પછી આજનો પ્રારંભિક મંગલાચરણને મેલાવો વિખરાયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org