________________
હાલા
| [ ૮૫
-
સ્થનું ઘર હોય, એવું જ મંદિર અત્યાર સુધી રાખ્યું છે. મંદિરમાં ઘણી મૂતિઓ છે, અને તે બધી યે અસ્થિર છે. સેંકડો વર્ષોથી જૈને અહિં રહેવા છતાં એક પણ મૂર્તિ સ્થાપિત કેમ નહિં કરી હોય, એ ન સમજી શકાય તેવો કેયડો છે. અત્યારે મંદિરમાં કહેવાય છે કે ત્રીસ ચાલીસ હજારની મૂડી છે અને કહેવાય છે કે તે મૂડી સંધના એક આગેવાન ગૃહસ્થ પાસે છે; પરંતુ સત્તાના મદમાં તેને ન કંઈ સરખો જવાબ આપે છે કે ન તેની યોગ્ય વ્યવસ્થા કરે છે. તેઓ એકમેટી પેઢીના માલીક છે, બીજુ કેટલુંક ઘરેણું વિગેરે પણ તેમની પાસે હોવાનું કહેવાય છે. પણ આપવાનું નામ નહિ. આવી ફરીયાદ હાલાના કેટલાક આગેવાન ગૃહસ્થ કરે છે. આ મૂડી શા માટે રાખી મૂકવામાં આવી છે ? મંદિરની પ્રતિષ્ઠા કેમ નથી કરવામાં આવતી ? એ પ્રશ્નને ઉકેલ અમારી આગળ કરવામાં આવ્યું નથી. લગભગ બધે સ્થળે બનતું આવ્યું છે, તેમ, હાલાના જન સંધના એક બે આગેવાનો આપખુદ સત્તાને વધારે ઉપયોગ કરનારા કહેવાય છે, અને એવાં કેટલાંક કારણે આવા એક નાનકડા સંધમાં કુસંપનું ઝેર ફેલાયું છે. સૌથી મોટામાં મેટા જે શ્રીમન્ત ગૃહસ્થ કહેવાય છે, એ
જે થોડુંક દિલ દિલાવર રાખે અને પોતાના જાતિ ભાઈઓ તરફ લક્ષ્ય રાખે તો હાલાના સંઘમાં ન કોઈ ભૂખ્યો દેખાય, અને ન કોઈ જાતને કુસંપ રહે.
અમારી સ્થિતિ દરમિયાન શેક અને હર્ષની બે ઘટનાઓ હાલામાં બનવા પામી હતી. શહીદ હિમાંશુવિજયજી - શેકની બીના એ બની કે સંસ્કૃત અને પ્રાકૃતનો અસાધારણ વિદ્વાન, ઇતિહાસને શેખી, શોધખેાળમાં રસ લેનાર, સારે વકતા અને લેખક એવો એક ત્રીસ વર્ષને જવાન સાધુ અમે ત્યાં ગુમાવ્યા, અને તે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org