________________
પ્રસારક સભાના પુસ્તક વિશેષ ઉપયોગી નીવડ્યાં છે. તે તમામ મહાનુભાવે પ્રત્યે કૃતજ્ઞભાવ દર્શાવીએ છીએ.
આ પુસ્તક તૈયાર કરવાના કાર્યમાં પ્રારંભથી માં અંત સુધી શ્રાદ્ધરત્ન પંડિતશ્રી કપુરચંદ રણછોડદાસ વાયાએ દાખવેલે ઉત્સાહ ખાસ નોંધપાત્ર છે. તથા શ્રી ભગવતી પ્રેસના માલિક શ્રી કાનજીભાઈએ આ કાર્યમાં જે સુંદર સહકાર આપ્યો છે, તે નોંધપાત્ર છે.
પ્રમાદથી કે મતિમંદતાથી આ પૂજાઓના અર્થમાં કયાંય ગુટી રહી ગઈ હોય તે આ વિષયના જાશુકાર મહાનુભાવે કૃપા કરીને અમારું ધ્યાન ખેંચે એવી અમારી નમ્ર વિનંતી છે.'
પૂજાઓમાં રસ ધરાવનાર બંધુઓને અમારી એ પણ અસ ભલામણ છે કે તેઓ આ ઉપાગી પુસ્તકને પિતાની પાસે રાખી આ પૂજાઓના અર્થને જાણી પિતાના આમામાં પરમાતમભક્તિ જાગૃત કરવા પ્રયત્ન કરે તથા પોતાના મિત્ર-નેહિઓ અને સગા-સંબંધીઓને પણ આવું ઉપયોગી પુસ્તક ભેટ આપી તેમના હૃદયમાં પણ ભક્તિભાવ જાગૃત કરવા નિમિત્તભૂત બને.
સી કેઈ પ્રભુભકિતમાં લીન બની આત્મકલ્યાણને પશે વળે. એજ શુભાભિલાષા.
શ્રી શંખેશ્વર મહાતીર્થ પોષ વદ-૨ ને ગુરુવાર કે મુનિ કુંદકુંદવિજય. તા. ૨૬-૧-૧૯૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org