________________
ચિંતન કણિકા
૭૮૧.
તે જ ક્રિયા કહેવાય છે. બંનેમાં ગૌ-પ્રધાનભાવથી દશાને ભેદ છે.
- જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તે બંનેમાંથી એકને પણ નિષેધ કરનાર મોક્ષને સાધક થઈ શકતો નથી, કારણ કે–ક્રિયા એ વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિરૂપ છે, જ્યારે ચેતના અને વીર્યની વિશુદ્ધિ થાય છે, ત્યારે જ સર્વ સંવરરૂપ મેક્ષ થાય છે.
સ્થૂલ મલિનતા ટાળવા માટે વ્યવહાર-ક્રિયા ઉપયોગી છે અર્થાત્ વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, શીલ, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતા વિવેદષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના અશ્ચય વડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી.
સંયમ–આચરણ ચારિત્ર એ વ્યવહા૨રૂપ છે. અને સ્વરૂપાચાણ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે.
જ્ઞાનીઓએ જેટલી ધર્મકિયાઓ-આચરણુઓ બતાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org