________________
શાંતિજિન કળશ સાથે
૬૧
સિંહાસણે સુરરાજ, તિહાં મલ્યા દેવ સમાજ; સવિ ઔષધિની જાત, વર સરસકમલ વિખ્યાત, ૨
[તાલ] વિખ્યાત વિવિધ પરિકમલના એક તિહાં હરષભર સુરભિ વરદામના એ.
[ ગુટક] હાં રે વરદામ માગધનામ, જેહ તીર્થ ઉત્તમ કામ; તેહતણી માટી સર્વ કર હે સર્વ સુપર્વ. ૩ બાવનાચંદન સાર, અભિયોગી સુર અધિકાર;
મન ધરી અધિક આણંદ, અવલોકતા જિનચંદ. ૪ ઔષધિઓ સરસ વિખ્યાત કમલે વગેરે મંગાવીને ઉત્તમ સિંહાસન રચાવે છે. ૧-૨
મુખ્ય કમલની ચારે બાજુ વિવિધ પ્રકારની સુગંધી શ્રેષ્ઠ માળાઓ હર્ષયુક્ત સ્થાપન કરે છે.
જે ઉત્તમ માગધ-વરદામાદિ તીર્થો છે, તેની માટી મંગાવીને બધા દેવે સ્વકલય મુજબ પૂજાની સામગ્રીને હાથમાં ગ્રહણ કરે છે. ૩
વળી ઉત્તમ પ્રકારનાં બાવનાચંદન વગેરે વસ્તુઓ પણ સર્વ દેવો પોતપોતાના અધિકાર મુજબ ગ્રહણ કરીને મનમાં અધિકાધિક આનંદ પામતા શ્રી ભગવાનને એકાગ્રતાપૂર્વકએકીટસે જોયા કરે છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org