________________
૭૩૪
પૂજાસંગ્રહ સાથે
પ્રભુ પડિમા દેખી પ્રતિબુદ્ધા, પૂરવથી ઉદ્ધરીએ; દશવૈકાલિક દશ અધ્યયને, મનકમુનિ હિત કીજીએ,
જિનરાજની... ૨ ઉત્તરાધ્યયન તે બીજું આગમ, મૂળ સુત્રમાં ગણુજીએ; અધ્યયના છત્રીશ રસાળા, સદ્ગુરુ સંગે સુણીજીએ,
જિનરાજનીo ૩ સેળ પ્રહરની દેશના દેતાં, ચતુર ચકેરા રીઝીએ; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, અમૃતનો રસ પીજીએ.
જિનરાજની ૪
અભિલાષ કરીને આગમના રસનું શ્રવણ કરવા દ્વારા પાન કરીએ.
જેઓ યજ્ઞસ્તંભની નીચે રાખેલી પ્રભુની પ્રતિમા દેખીને પ્રતિબંધ પામ્યા હતા તે શ્રી શર્યાભવસૂરિએ પિતાના પુત્ર બાળમુનિ મનકમુનિનું અપાયુષ જાણી તેના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને જે બનાવ્યું તે દશવૈકાલિક નામનું મૂળસૂત્ર દશ અધ્યયનવાળું છે. ૨
બીજું ઉત્તરાધ્યયન નામનું આગમ મૂળસૂત્રમાં ગણાય છે. આ સૂત્ર શ્રી વીર પરમાત્માએ ભવને અંતે અપાપાનગરીમાં હસ્તિપાળરાજાની સભા માં સેળ પહેાર પર્વત અખંડ દેશના આપતાં કહ્યું છે. તેના સુંદર રસવાળા છગીશ અધ્યયને છે. તેને સદ્ગુરુ પાસે સાંભળવાથી ચતુર મનુષ્યરૂપ ચર પક્ષીઓ આનંદ પામે છે. આ રીતે શ્રી શુભવીર જિનેશ્વરના આગમરૂપ અમૃતના રસનું પાન કરીએ. ૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org