________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાથે
૭૩૧
ગીત ( તારણ આઈ કયું ચલે રે–એ દેશી ) ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોકસેલુણા; તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફેક સલુણા. ૧ જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા. ૨ જ્ઞાન વિના આડંબરી રે, પામે જગ અપમાન સલુણા; કપટક્રિયા જનરંજની રે, મૌનવૃત્તિ મગધ્યાન સલુણા. ૩ મત્સરી ખરમુખ ઉજળે રે, કરતા ઉગ્રવિહાર સલુણા; પાપભ્રમણ કરી દાખિયા રે, ઉત્તરાધ્યયન મેઝાર સલુણ, ૪
ગીતનો અર્થ-જેમણે આ લેકનું સ્વરૂપ ઓળખાવ્યું છે તે શ્રી અરિહંત પરમાત્માને ધન્ય છે–ધન્ય છે. તે પરમાભાની પૂજા–સેવા વિના મારે જન્મ મેં ફેગટ ગુમાવ્યપસાર કર્યો. ૧
અરિહંત પરમાત્માની જેમ જેમ સેવા પૂજા કરીએ છીએ તેમ તેમ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાની આત્માઓનું બહુમાન કરવાથી જ્ઞાનનું બહુમાન થાય છે. ૨ - જ્ઞાન વિના જેઓ ફેગટ આડંબર કરે છે તે જગતમાં અપમાન પામે છે. જ્ઞાન વિનાના તેઓ લેકેને ખુશ કરવા જે ક્રિયા કરે છે તે પણ કપટક્રિયા છે અને તેવા જીની મૌનવૃત્તિ પણ બગલાના ધ્યાન જેવી છે. ૩ - જે મુનિઓ અન્ય પ્રત્યે મત્સરી-ઈષ્યવાળા છે તે ખરગધેડા જેવા છે. છતાં ઉજળું સુખ રાખીને ઉગ્ર વિહાર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org