________________
પિસ્તાલીશ આગમની પૂજાની વિધિ
આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેદ્ય, પકવાન્ન વગેરે દરેક વસ્તુનાં આઠ આઠ નંગ લાવવાં. આઠ સ્નાત્રીયા ઉભા રાખવા, આઠ કળશ પંચામૃતના બરવા, આઠ દીપક કરવા અને ફૂલ તથા અક્ષત વગેરે વસ્તુઓ જોઈએ.
૧. પ્રથમ સ્નાન કરી ઉજજવળ જોયેલાં વસ્ત્ર પહેરી, એક પટવસ્ત્રનું ઉત્તરાસંગ કરી, મુખકેશ બાંધી, કેશર, ચંદન, બરાબર ઘસી અને જુદા કેસરથી પિતાના કપાળમાં તિલક કરીએ. પછી નિર્માલ્ય ઉતારી, મોરપીંછીથી અથવા નિર્મળ સુકેમળ વસ્ત્રથી જયણાએ કરી પ્રણામપૂર્વક જિનબિંબ પ્રમાઈ બને હાથને ધૂપ આપી પવિત્ર રકેબીમાં કેશરને સ્વસ્તિક કરી નિર્મળ જળ ભરેલો કળશ કેબીમાં રાખી કેબી હાથમાં લઈ પ્રભુ આગળ ઉભા રહીએ. પહેલી પૂજાને પાઠ ભણી છેલે મંત્ર કહી જળપૂજ કરે.
૨ પ્રક્ષાલ કરી અંગભૂંછણથી લુહીને કેસરની વાટકી રકેબીમાં રાખી હાથમાં લઈ બીજી પૂજાને પાઠ ભણે છેલ્લે મંત્ર કહી ચંદનપૂજા કરે.
૩ ત્રીજી પૂજામાં કુલ કેબીમાં રાખી, કેબી હાથમાં લઈ પૂજાને પાઠ કહી છેલ્લે મંત્ર કહી પ્રભુજીને પુષ્પ ચઢાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org