________________
અષ્ટાપદતીર્થની પૂજા–સાથે કરી બાળકબુદ્ધિ ઉપાધિ, નાગકના છે અપરાધી; અપરાધ જુઓ મનમાંહી, બાળી ભસ્મ કરું ક્ષણમાંહી. ૩ પણું ઋષભવંશી છે સપૂતા, તેથી કે અમે નથી કરતા; તમે ઈખાગવંશી પતા, તેણે કે અમે નથી કરતા, તમે ચકી સગરના સપૂત, તેણે ક્રોધ અમે નથી કરતા. ૪ વળી તીરથભાવ સમેત, તેણે કોઇ અમે નથી કરતા, ભવન રનતણાં જે કહાય, રજણથી મેલા થાય. ૫ અમ હિતશિક્ષા સુણે સંતા, હવે માફ કર ગુણવંતા; કહી નાગ ગયા જે વારે, ચકીનંદન એમ વિચારે. ૬ લાગી. તેથી નાગકુમારના ઇંદ્ર આવીને કહે છે કે–અરે ભાઈઓ! તમે બાળકબુદ્ધિ કરીને ઉપાધિ ઉભી કરી છે. તમે નાગકુમાર લકેના અપરાધી બન્યા છે. તમે તમારે અપરાધ મનમાં વિચારી જુઓ. તમેને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી શકું તેમ છું. ૨-૩
પરંતુ તમે કષભદેવ પ્રભુના વંશના છે, ઈફવાકુવંશીય છે, વળી સગરચક્રવર્તિના પુત્રો છે તેથી અમે ક્રોધ કરતા નથી. વળી તમે તીથરક્ષાના ભાવથી કર્યું છે, તેથી અમે ક્રોધ કરતા નથી. પણ જે રત્નમય ભવને છે, તે તમારા આ કાર્યથી રજ-રેણુથી મેલા થાય છે. હે સજજને ! અમારી આ હિતકારી શિખામણ સાંભળે, અને હે ગુણવતે! હવે માફ કરે અર્થાત્ આટલેથી અટકી જાવ. આમ કહી નાગકુમારના ઇદ્ર જ્યારે પોતાના સ્થાનમાં ગયા ત્યારે ચકીના પુત્રો ભેગા મળી વિચાર કરવા લાગ્યા. ૪-૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org