SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પૂજાસંગ્રહ સાથે પરતીર્થિક સ્થાપદ પીડિત ભવિવન રાખે, એકલમલ્લાદુદ્ધર સિંહ પરાક્રમ દાખે; પરિસહ ગજ ભેદી, નહિ સહાય અબીહ, એહ એહસ્ય, ત્રીજે આવી ઈમ કહે સિંહ, દેઈ વાર્ષિક દાને જિનપદ લચ્છી લહેશે, મુજ ચાપલ દૂષણ એહને સંગે મિટશે; જળ (ડ) કંટક સંગી નિજ કજ છડી વાસ, કહે લક્ષ્મી ચેાથે સુપને લીલવિલાસ. ૪ ત્રીજા સ્વપ્નમાં જે એકાકી મલ્લ જેવા દુર્ધર પરાક્રમી સિંહને અચિરામાતા જુએ છે. તેને ભાવાર્થ એ છે કે આ ગર્ભને જીવ શાંતિનાથ ભગવાન દીક્ષા લઈને પસ્તીથિંકરૂપી જંગલી જનાવરોથી પીડાતા ભવ્ય રૂપી વનની રક્ષા કરશે. વળી કોઈની પણ સહાય વિના નિર્ભયપણે પરીસહરૂપી હાથીએના ગંડસ્થળને ભેદી નાખશે. ૩ ચેથા સ્વપ્નમાં જે શ્રીદેવી (લક્ષ્મી)ને જુએ છે તે સ્વપ્ન એવું જણાવે છે કે–આ ભગવાન દીક્ષા પ્રસંગે વાર્ષિકદાન આપીને શ્રી તીર્થકરપદની અદ્ધિ પ્રાપ્ત કરશે. વળી લક્ષ્મીનું ચંચળતા નામનું દૂષણ પણ આ ભગવાનને સંગ થવાથી નાશ પામશે. જે કંટકયુક્ત અને હંમેશા જળમાં રહેવાવાળા પદ્મકમળમાં લક્ષ્મીને વાસ હતું, પરંતુ ભગવાનને સંગ થવાથી તે પિતાના સ્થાનને છેડી પ્રભુના ચરણકમળમાં આવીને રહેશે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy