________________
અષ્ટાપદતીર્થની પૂજા-સાથે પશ્ચિમ દિશિ સુપાર્વપ્રભુથી, અનંત પ્રભુ લગે આઠ વંદન કીધાં ભાવ ભલેરે, નિયુક્તિમાં પાઠ, સાં૦ ૩ ઉત્તરદિશિ દશ ધર્મપ્રભુથી, વદ્ધમાન લગે વંદેજી; પૂર્વેદિશિ હોય ઝડષભ અજિતને, પ્રણમી મન આનંદે સાં૦૪ પચાસ લાખ કેડ સાગરના પૂર્વજ પ્રીતિ સંભારે; આપણાં કુળમાં ભરતનરેશ્વર, કીધાં એહ વિહાર, સાં. ૫ ધન ભરતેશ્વર ધન મસુદેવા, ધન નવાણું ભાઈ જી; લાભ હેતુ એ સુકૃત કીધાં, એ આપણાં પીતરાઈ, સાં૦ ૬
પશ્ચિમદિશામાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુથી લઈ અનંતનાથ પ્રભુ સુધીના આઠ જિનેશ્વરને ઉત્તમભાવથી વંદન કર્યું. નિર્યું. ક્તિમાં આ અંગેનો પાઠ છે. ૩
ઉત્તરદિશામાં ધર્મનાથ પ્રભુથી શ્રી વદ્ધમાનસ્વામી સુધીના દશ તીર્થકરેને વંદન કર્યું અને પૂર્વ દિશામાં શ્રી કષભદેવ અને શ્રી અજિતનાથ એમ બે જિનેશ્વરને વંદન કરી મનમાં આનંદ પામે છે. ૪
પચાસ લાખ કેડ સાગરોપમ વર્ષ પહેલા થયેલા પોતાના પૂર્વજ શ્રી ભરતરાજાને પ્રીતિપૂર્વક યાદ કરે છે અને કહે છે કે તે ભરત મહારાજા આપણું કુળમાં થઈ ગયા છે અને તેમણે આ જિનપ્રાસાદ બંધાવેલ છે. ૫
એ ભરતેશ્વર મહારાજાને ધન્ય છે, શ્રી મરુદેવમાતાને ધન્ય છે. ૯૯ ભાઈઓને ધન્ય છે, એ આપણા પિતરાઈએ લાભ માટે સુકૃત કર્યા છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org