________________
પૂજાસંગ્રહ સાથે બીજી ચંદન પૂજા
દ્વાલી બીજી પૂજા ભવિ કરે, ચંદનની સુખકાર; ચંદનથી તનુ લેપતાં, વાંછિત ફલ દાતાર. ૧
મંત્રને અથ–૩ હીં શ્રીં એ ત્રણ મંત્રાક્ષ છે. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારનારા, શ્રીમાન, (ભરત ચક્રવતિએ અષ્ટાપદ પર્વત પર પ્રતિમા રૂપે સ્થાપેલા) પૂર્વ દિશામાં સ્થાપન કરેલા શ્રી ઝાષભદેવ તથા અજિતનાથ, દક્ષિણ દિશામાં સ્થાપન કરેલા સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ અને પદ્મપ્રભપ્રભુ, પશ્ચિમ દિશામાં
સ્થાપન કરેલ સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભપ્રભુ, સુવિધિનાથ, શીતળ, નાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ અને અનંતનાથ તેમજ ઉત્તર દિશામાં સ્થાપન કરેલ ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી જિનેંદ્ર કે જે સર્વ નિષ્કલંક, બે, ચાર, આઠ અને દેશની સંખ્યામાં ચાર દિશામાં રહેલા રાગદ્વેષને જિતનારા, વિશ્વના નાથ, દેહને વર્ણ, લાંછન અને શરીરની ઉંચાઈ પ્રમાણે ભરત ચક્રવર્તિએ સ્થાપેલા ચેવશ તીર્થ કરપ્રભુની અમે જળવડે પૂજા કરીએ છીએ.
દુહાને અર્થ–હે ભવ્ય ! સુખકારી એવી ચંદનની બીજી પૂજા કરે. ચંદનથી પ્રભુના શરીરને વિલેપન કરવાથી વાંછિત ફલની પ્રાપ્તિ થાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org