SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ શ્રી દીપવિજયજી મ. કૃત શ્રી અષ્ટાપદ-તીર્થની પૂજા પ્રથમ જલપૂજા દુહા ગષભ શાંતિ નેમિ પ્રભુ, પારસ શ્રી મહાવીર નમું પદપંકજ તેહનાં, જે જગતારણ ધીર. ૧ પૂજન દેય પ્રકારનાં, જિનશાસનમાં જેહ; દ્રવ્ય ભાવ પૂજા બેહુ, મહાનિશીથમાં તેહ. ૨ ભાવસ્તવ મુનિવર કરે, ચારિત્ર જિન ગુણગ્રામ; જેહથી શિવસંપદ વરે, અક્ષય અવિચલ ઠામ, ૩ દુહાઓને અથ–શ્રી ત્રાષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પરમાત્મા કે જેઓ ત્રણ જગતને તારનારા અને ધીર છે, તે પચે પ્રભુના ચરણકમળને હું નમસ્કાર કરું છું. ૧ શ્રી જિનશાસનમાં પૂજા બે પ્રકારની કહી છે, (૧) દ્રવ્યપૂજા, (૨) ભાવપૂજા. આ બન્ને પૂજાને અધિકાર શ્રી મહાનિશીથ સૂત્રમાં આવે છે. ૨ ભાવપૂજા મુનિવર કરી શકે છે. તેમાં ચારિત્ર અને શ્રી જિનેશ્વર ભગવંતના ગુણસમૂહનું વર્ણન હોય છે. અને ભાવપૂજા કરવાથી મુનિવરે અક્ષય અને અવિચળ સ્થાનરૂપ મેક્ષની સંપત્તિ વરે છે–પ્રાપ્ત કરે છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy