________________
સ્નાત્ર-પૂજા સાથે
४७
(નમુથુણંથી શરૂ કરી જાવંત કવિસાહ સુધી બેસવું પછી ઉવસગ્ગહરં અથવા સ્તવન બોલવું. ત્યારબાદ જયવીયરાય કહેવું )
( પછી ઉભા થઈ) અરિહંત ચેઇઆણું સૂત્ર અરિહંત ચેઈઆણું, કરેમિ કાઉસગ્ગ વંદભુવત્તિઆએ, પૂઅણવત્તિઓએ, સકારવત્તિઓએ, સમ્માણવત્તિઆએ, બેહિલાભવરિઆએ નિસવસગવારિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેહાએ વઢમાણીએ, ઠમિ કાઉસગ્ગ
અન્નત્થ સૂત્ર અન્નત્થ ઊસસિએણું, નિસસિએણું, ખાસિએણું, છીએણ, જંભાઇએણું, ઉડુએ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુછાએ, સુહુહિં અગસચાલેહિ, સુહુહિં
અરિહંત ચેઈઆણુને અર્થ-અરિહંત ભગવાનની પ્રતિમાઓના વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે અને સન્માન નિમિત્તે તેમજ બધિલાભના નિમિત્તે અને મોક્ષ પ્રાપ્તિ માટે; વધતી જતી શ્રદ્ધા વડે, વધતી જતી સમજણ વડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણુ વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાર્યોત્સર્ગ કરું છું.
અન્નત્થ સૂત્રનો અર્થ_શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસુ આવવાથી એડકાર આવવાથી, વાછૂટ થવાથી, ભ્રમરી આવવાથી પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org