________________
૫૭૬
પૂજા સંગ્રહ સાથે
હાળી ( ત્રજના વહાને વિનતિ રે એ–દેશી ) સાતે શુદ્ધિ સમાચરી રે, પૂછશું અમે રંગે લાલ; કેસર ચંદનશું ઘસી રે. સ્વામી વિલેપન અંગે લાલ,
લાલ સુરંગી સાહિબે રે. ૧ ભુ જલ જલણ અનિલ તરુ રે, થાવર પંચપ્રકારે લાલ; સૂમ નામ કરમ થકી રે, ભરિયા લોકમઝારે લાલ,
લાલ સુરંગી સાહિબ રે. ૨ નિજ પર્યાપ્તિ પૂર્યા વિના રે, મરતા તે અપજત્તા લાલ; સાધારણ તર જાતિમાં રે, જીવ શરીરે અનંતા લાલ, લા. ૩ ઢાળને અથ–
સાત પ્રકારની શુદ્ધિ જાળવીને અમે આનંદથી પ્રભુની પૂજા કરશું. કેશરને ચંદન સાથે ઘસીને પ્રભુના અંગે વિલેપન કરશું. મારે સાહિબ લાલસુરંગી છે. અત્યંત શેભિત છે.) ૧ - હવે સ્થાવરદશકની પ્રકૃતિ સમજાવે છે. સ્થાવરનામકર્મના ઉદયથી પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર થાય છે. બીજા સૂફમનામકર્મના ઉદયથી એ પાંચ સ્થાવર ચૌદ રાજલકમાં સર્વત્ર ભરેલા છે. ૨
ત્રીજા અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવ પિતાની પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરણ પામે છે. ચોથા સાધારણ નામકર્મના ઉદયથી સાધારણ વનસ્પતિકાયમાં ઉપજે છે, જેના એક શરીરમાં અનંત જીવ હોય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org