________________
ચેસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ
૫૩૩
હાળ (સહસાવન જઈ વસીયે રે ચાલોને સખી !—એ દેશી) વીર કને જઈ વસીએ ચાલેને સખી! વીર કને જઇ વસીએ. અક્ષતપૂજા જિનની કરતાં, અક્ષયમંદિર વસીએ; હાસ્યાદિક ખદ્ર ખટપટકારી, તાસ વદન નવિ પસીએ, ચાલો હાસ્ય રતિ દશ કલાકેડી, સાગર બંધન કસીએ;. અરતિ ને ભય શેક દુગંછા, વીશ કેડાછેડી ખસીએ. ચાલ૦૨ ભય રતિ હાસ્ય દુગરછા અપૂરવ, શેષ પ્રમત્ત બંધ ધસીએ; ઉદય અપૂરવ સત્તા નવમે, પંચમ ભાગે નસીએ, ચાલો૦૩ ઢાળને આથ -
હે સખી ! ચાલ આપણે વીર પરમાત્મા પાસે જઈને રહીએ. કારણ કે જિનેશ્વરની અક્ષતપૂજા ભાવ પૂર્વક કરવાથી અક્ષય મંદિર-મુક્તિમંદિરમાં રહેવાનું થાય છે. હાસ્યાદિષક ખટપટ કરનારા છે, તેથી તેનું મુખ પણ જોવા લાયક નથી. ૧
હાસ્ય અને રતિની બંધસ્થિતિ દશ કેડાછેડી સાગરેપમની છે. અરતિ, ભય, શેક અને દુર્ગથ્થાની સ્થિતિ વીશ કડાકેડી સાગરોપમની છે. ૨
ભય, રતિ, હાસ્ય અને દુર્ગચ્છાને બંધ અપૂર્વકરણ ગુણઠાણે નાશ પામે છે. અરતિ અને શોકને બંધ પ્રમત્ત ગુણ ઠાણે નાશ પામે છે તે છયેને ઉદય અપૂર્વકરણ નામના ૮ મા ગુણઠાણ સુધી હોય છે. સત્તા નવમા ગુણઠાણના પાંચમા ભાગ સુધી હોય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org