________________
જાય છે. આવા ભક્તિપ્રસંગમાં અનેક ભવ્ય જીના હૃદયમાં ભક્તિના તાર ઝણઝણી ઉઠે છેઆમાંથી હર્ષનાં અશ્રુ વહેવા માંડે છે. વારંવાર માંચને અનુભવ કરે છે. “અનંત કાળે આજે જ મને પરમાત્મભક્તિની આવી અપૂર્વ તક મળી.” “આનાથી વિશેષ કાર્ય જગતમાં બીજું કઈ નથી.” એવી જાતના શુભ ધ્યાનના મોજાએ તેના અંતઃકરણમાં ઉછળવા માંડે છે અને એ રીતે પ્રદપૂર્ણ બની પોતાના આત્મામાં ધર્મબીજનું વાવેતર કરનાર બને છે. જે ધર્મબીજ તેમને એગ્ય સામગ્રી પ્રાપ્ત કરાવી પરંપરાએ ઉપર-ઉપરના ઉચ્ચ ગુણસ્થાનકેને સ્પર્શ કરાવી અંતે સંપૂર્ણ વિકાસની ટચ સુધી પહોંચાડે છે. શ્રદ્ધાના જલપૂર્વક ભક્તિબીજનું વાવેતર જ્યારે અંતઃકરણમાં થાય છે, ત્યારે તેમાંથી પુષ્ટ થતું કલ્યાણક્ષ કદી પણ નિષ્ફળ જતું નથી, પરંતુ અવશ્ય ફળીભૂત થાય છે. પ્રભુભક્તિની આવી ધન્ય પળ કેઈક જીવને થાવત્ તીર્થંકરપદ સુધી પહોંચાડવા પણ સમર્થ બને છે. આ રીતે પરમાત્મભક્તિને પરિણામ પરમ કલ્યાણકારી બને છે.
આ વિવિધ પૂજા ઘણા જ સુંદર અને સૂક્ષ્મભાવથી ભરપૂર છે ઉત્તમ જીવનનું ઘડતર કરવા માટે શાના રહસ્યભૂત ઉપદેશે તેમાં મધુર અને સરળ કાવ્યમય ભાષામાં ગુથાયેલાં છે. ધ એકલું પણ મધુર હોય છે, પણ જ્યારે તેમાં સાકર ભળે છે. ત્યારે તેની મધુરતા વિશેષ અભિવ્યક્ત થાય છે, તેમ આ પૂજાઓના અર્થનું જે જ્ઞાન હોય તે તે પૂજાઓ ભણાવતી કે સાંભળતા વખતે ઘણે વિશેષ આનંદ પ્રગટે એ સવાભાવિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org