________________
પૂજાસંગ્રહ સાથે
આઠમી ફળપૂજા
દુહા બંધાદય સત્તા ધુવા, પાંચે પયડી જોય; દેશઘાતિની ચાર છે, કેવળ સર્વથી હેય, ૧ જ્ઞાનાચારે વરતતાં, ફળ પ્રગટે નિરધાર; તેણે ફળપૂજા પ્રભુતણી, કરીએ વિવિધ પ્રકાર, ૨
દાળ " ( રાગ–સુરતી મહિનાને ) , એ પાંચ આવરણનો, બંધ દશમે ગુણઠાણ; ઉદય ઉદીરણ સત્તા, ખીણ કહે જગભાણે, ૧
દુહાને અર્થ –
જ્ઞાનાવરણ કર્મની પાંચે ઉત્તર પ્રવૃતિઓ ધ્રુવબંધી, ધ્રુવેદયી અને ધ્રુવસત્તાક છે. તેમાં પહેલી ચાર પ્રકૃતિ દેશઘાતી છે અને કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી છે. ૧
જ્ઞાનાચારમાં વર્તવાથી અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રભુની ફળપૂજા વિવિધ પ્રકારે કરીયે ૨ ઢાળને અથ –
પાંચ જ્ઞાનાવરણીયને બંધ દશમે ગુણઠાણે અટકે છે, ઉદયઉદીરણ અને સત્તા ક્ષીણુમેહ નામના બારમા ગુણઠાણે ક્ષય પામે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org