SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે મંત્ર-૩ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાલ શ્રીમતે વીરજિનેન્દ્રાય અજ્ઞાન છેદકાય જલ યજામહે સ્વાહા. બીજી ચંદન પૂજા દુહા મૂળ પ્રકૃતિ એક છે, ઉત્તર પ્રકૃતિ પાંચ; મેહ સમે પણ નવિ સમે, વિણ ખાયકની આંચ. ૧ તિણે તેહિ જ વિધિ સાધવા, પૂજે અરિહા અંગ; સિદ્ધ સ્વરૂપ હૃદય ધરી, ઘેલી કેસર રંગ. ૨ મંત્રને અર્થ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મરણને નિવારનાર અજ્ઞાનને નાશ કરનાર એવા શ્રી વીરજિબેંકને જળવડે અમે પૂજીએ છીએ. આ પૂજા અજ્ઞાનને ઉછેદ કરવા માટે છે. દહાનો અર્થ :– જ્ઞાનાવરણીય કર્મની મૂળ પ્રકૃતિ એક છે, અને ઉત્તર પ્રકૃતિ પાંચ છે. મેહનીય કમ ક્ષપકશ્રેણું માંડ્યા વિના પણ ઉપશમભાવ પામે છે, પણ આ જ્ઞાનાવરણીય કર્મ ક્ષકશ્રેણીની આંચ–ગરમી લાગ્યા વિના શમતું નથી. અર્થાત્ નાશ પામતું નથી. ૧ તે કારણથી તે ક્ષણશ્રેણીની વિધિ સાધવા માટે સિદ્ધ ભગવંતના સ્વરૂપનું હૃદયમાં ધ્યાન કરી કેસર ઘોળીને અરિહંત ભગવંતેની અંગપૂજા કરો. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy