________________
સત્તરભેદી પૂજા
પૂજા દાળ ( રાગ-દાર, કામોદ કલ્યાણ ). ઘનસારદિક ચૂરણું, મને હર પાવન બંધ જિનપતિ અંગ સુપૂજતા,નિષદભાવિ કરે બંધ. ૧
અગર ચૂએ અતિ મરદિયા, હિમાલુકા સમેત; દસદિસિ ગંધે વાસતો, પૂજે જિનપદ હેત, ૨
પૂજાગીત ( સગ-કાનડે ) ચૂરે રે માઇ પૂરે રે માઈ જિનવર અંગે સરકપૂરે; સબ સુખ પૂરણ ચૂરણચરચિત, તનુ ભરી આનંદપૂરે પૂરેo ૧
પૂજા વાળનો અર્થ_શ્રી જિનેન્દ્ર ભગવંતના અને મનેહર પવિત્ર સુગંધવાળા ચંદન કેશરયુક્ત બરાસ કપૂર વગેરેના વિલેપનથી પૂજા કરતાં ભવ્ય તીર્થકરની પદવીને બંધ કરે છે. ૧
સુગંધી અગરને ચૂએ, ઝીણું ઝીણું બરાસ અને કપૂર સાથે ઘણું ઘસીને તૈયાર કરેલ જે હિમચાલુકા જેવું શીતળ વિલેપન દશે દિશાઓને પણ સુગંધિત બનાવે છે. શ્રી તીર્થ કરપદની પ્રાપ્તિ માટે સુગંધી વિલેપન વડે પ્રભુની આઠમી પૂજા કરે. અર્થાત્ સુગંધી દ્રવ્યોથી યુક્ત પ્રભુની વિલેપનપૂજા તીર્થકરપદની પ્રાપ્તિ કરાવે છે. ૨
પૂજા ગીતને અર્થહે ભાઈ–બહેને! આ જિને શ્વરના અંગે વિલેપન કરવા ઉત્તમ કપૂર-રાસનું ચૂર્ણ ઘસીને તૈયાર કરો. ચૂર્ણ પૂજા સર્વ પ્રકારના સુખને આપવામાં સમર્થ છે. માટે તમારા શરીરાદિને ઉલ્લસિત કરીને આ પૂજા કરે ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org