SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - નવપદજીની પૂજા સાથે ૨૯૫ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદે જ્ઞાન મ નિદે, જ્ઞાનીએ શિવમુખ ચાખ્યું રે; ભવિકા ! સિ૨ સકલ કિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ; તેહ જ્ઞાન નિતનિત વંદી, તે વિણ કહે કેમ રહીએ રે. ભવિકા! સિ૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગામ, સ્વપર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહ રે. ભવિકા ! સિ. ૪ - - - - - - અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક, તેમજ કરવા લાયક અને નહિ કરવા લાયક (પદાર્થોને ) વિવેક પ્રાપ્ત થઈ શકતું નથી તે જ્ઞાન સમસ્ત જનેને આધારભૂત છે ૧ શ્રી (જિનેશ્વર પ્રભુના) સિદ્ધાંતમાં પ્રથમ જ્ઞાન અને પછી અહિંસાનો ક્રમ નિવેદન કરે છે, તેથી જ્ઞાનને નમસ્કાર કરે. જ્ઞાનની અવગણના ન કરે; કારણ કે જ્ઞાનીજને જ મેક્ષસુખને અનુભવી શક્યા છે. ૨ | સર્વ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાન છે. તેને હંમેશાં વંદન કરે. કહે તે વગર કેમ રહી શકાય ? ૩ પાંચ જ્ઞાનમાં જે સદાગમ (શ્રતજ્ઞાન) છે, તે પિતાને અને પરને પ્રકાશ કરનાર છે, દીવાની માફક ત્રણે ભુવનેને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદ માફક પણ ઉપકારી છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy