________________
નવપદજીની પૂજા સાથે
૨૮૧
( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સુત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમે ઉવઝાય ઉલ્લાસ રે.
ભવિકા ! સિ. ૧ અર્થ–સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદુ, નમીએ તે સુપસાય રે,
ભવિકા! સિ૨ મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પદ્ધવ આણે; તે ઉવઝાય સકળ જનપૂજિત, સૂત્ર અથે સવિ જાણે રે.
ભવિકા ! સિ૩ પૂજાની ઢાળને અથ–જે બાર અંગોને સ્વાધ્યાય કરે છે, તેના પારગામી હોવાથી તેને (તેના રહસ્યાર્થીને) ધારણ કરનારા છે, સૂત્રના અર્થને વિસ્તારવામાં (વાચના આપવામાં) ચતુર છે, તે ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસથી નમસ્કાર કરે. ૧
અર્થ અને સૂત્ર આપવાના વિભાગમાં (અનુક્રમે) આચાર્ય અને ઉપાધ્યાય છે, જે ત્રીજે ભવે મેક્ષલક્ષ્મી પામનારા છે, એવા સુંદર કૃપાવાળા ઉપાધ્યાયજીને નમસ્કાર કરીએ છીએ. ૨
પત્થરમાં પણ અંકુરા ઉગાડવાને સમર્થ એવા જે ઉપાધ્યાય ભગવાન મૂર્ખ શિષ્યને પણ વિદ્વાન બનાવી શકે છે તે સર્વ જથી પૂજિત છે અને સૂત્ર અર્થ સર્વ જાણે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org