________________
નવપદજીની પૂજા સાથે
૨૭૧
પૂજા ઢાળ–શ્રીપાળના રાસની દેશી સમયપએસંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહેતા, સિદ્ધ નમે તે અશેષ રે,
ભવિકા ! સિ. ૧ પૂર્વપ્રયાગ ને ગતિપરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉરધગતિ જેહની, તે સિદ્ધ પ્રણો રંગ રે.
ભવિકા ! સિ... ૨ નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, જેયણ એક લેગંત; સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણો સંતરે.
ભવિકા ! સિ. ૩
માનસરોવરમાં જે રાજહંસ સમાન છે એવા સંપૂર્ણ ગુણવાન સિદ્ધ ભગવાનને પિતાને શુદ્ધ સ્વભાવ, ગુણે અને પર્યાયની પરિણતિનું સાધન ઉત્તમ રીતે સિદ્ધ કરવા માટે નમસ્કાર કરે. ૨
પૂજાની ઢાળીનો અર્થ_એક સમયમાં (શ્રેણી સિવાયના અન્ય) પ્રદેશને સ્પર્શ કર્યા વગર, ત્રણ (ત્રીજો) ભાગ ઓછી છેલ્લા શરીરમાં રહેલા આત્મપ્રદેશની અવગાહના વડે જેઓ મેક્ષે ગયા છે, તે સમસ્ત સિદ્ધના જીને નમસ્કાર હે ! ૧
પૂર્વપ્રયાગથી, ગતિસ્વભાવથી, બંધનને છેદ થવાથી અને સંગ રહિત થવાથી એક સમય માત્રમાં જેમની ઊંચે ગતિ થયેલી છે. તે સિદ્ધોને આનંદપૂર્વક પ્રણામ કરે. ૨ - નિર્મળ સિદ્ધશિલાની ઉપર ઉભેધાંગુલના માપે એક યાજન દૂર લોકને અંત છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે, તે સિદ્ધના જીવને હે પુરુષ! તમે નમન કરે! ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org