SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વીશસ્થાનક પદની પૂજા સાથે ૨૪૩ ગણેશ ગણપતિ મહામંગલપદ, ગાયમ વિણ નવિ દુજે; સહસ કમલદલ સેવન પંકજ, બેઠા સુર નર પૂજે. હો ભવિયા ૩ ક્ષીણહી મુનિ રત્નપાત્ર સમ, બીજા કંચનસમ પાત્ર; રજતનાં શ્રાવક સમકિત ત્રંબા, અવિરતિ લેહ મટ્ટી પત્તા, હો ભવિયા૪ મિથ્યાવી સહસથી એક અદ્વતી, અણુવ્રતી સહુથી સાધુ; સાધુ સહસથી ગણધર જિનવર, અધિક ટાળે ઉપાધિ. હો ભવિયા ૫ પાંસ દાન દશ દાનમાં મહટાં, અભય સુપાત્ર વિદિતા; એહથી હરિવાહન હુઆ જિનવર, સૌભાગ્યલક્ષ્મી ગુણગીતા, હો ભવિયા ગણેશ, ગણપતિ કે મહામંગળપદ શ્રી ગૌતમસ્વામી વિના અન્ય નથી. રહસપત્રવાળા સુવર્ણકમળપર બેઠેલા શ્રી ગૌતમસ્વામીને હે દેવે અને મનુષ્ય ! તમે પૂજે. ૩ ક્ષીણુમહી (૧૨–૧૩–૧૪ ગુણસ્થાને રહેલા) મુનિ રત્નના પાત્ર સમાન જાણવા. બીજા મુનિઓને સુવર્ણપાત્ર સમાન જાણવા. શ્રાવકને રૂપાના પાત્ર સમાન જાણવા. બીજા અવિરતિમિથ્યાદષ્ટિ વગેરેને લેહના અને માટીના પાત્ર સમાન જાણવા. ૪ એક હજાર મિથ્યાત્વી કરતાં એક અણુવ્રતધારી શ્રાવક, એક હજાર અણુવ્રતી કરતાં એક સાધુ. એક હજાર સાધુ કરતાં એક ગણધર, અને હજાર ગણધર કરતાં એક જિનેશ્વરને અધિક અધિક ઉપાધિના ટાળનાર કહ્યા છે. ૫ દશ પ્રકારના દાન કહ્યાં છે, તેમાં પાંચ પ્રકારનાં દાન મોટાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy