________________
૨૧૮
પૂજાસંગ્રહ સાથે સાતમી સાધુપદ પૂજા
દહે.
સ્વાદુવાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ.
ઢાળી ( કમપરીક્ષાકરણ કુમર ચલે રે—એ દેશી ) મુનિવર તપસી અષિ અણગારજી રે, વાચંયમ વ્રતી સાધ; ગુણ સત્તાવીશે જેહ અલંક રે, વિરમી સકલ ઉપાધિ, ભવિયણ! વંદો રે, સાતમું પદ ભલું રે, ૧ (એ આંકણી) નવવિધ ભાવલેચ કરે સંયમી રે, દસમો કેશને લાચ; ઓગણત્રીશ પાસત્થા ભેદ છે રે, વારે તસ નહિ જગ શાચ,
ભવિયણo ૨
દુહાને અર્થ–જેઓને સ્વાદુવાદગુણ પરિણમ્યું હોય, સમતાના સંગમાં રમતા હોય અને શુદ્ધ આનંદપણને સાધતા હોય એવા સાધુ મુનિરાજને શુભ આનંદપૂર્વક નમસ્કાર થાઓ. ૧
ઢાળને અર્થ–મુનિવર, તપસ્વી, ઋષિ, અણગાર. વાચયમ, વતી અને સાધુ એ બધાં એમનાં જ બીજાં નામે છે અને જેઓ સત્તાવીશગુણે અલંકૃત છે, તેમ જ સાંસારિક સર્વ ઉપાધિથી વિરમેલા છે એવા સાધુ મુનિરાજનું સાતમું પદ છે. હે ભવ્યજને ! તમે એ સુંદર સાતમા સાધુપદને વંદન કરે. ૧
એ મુનિએ નવ પ્રકારને (પાંચ ઇન્દ્રિયને સંયમ અને ચાર કષાયને નિગ્રહ) ભાવલેચ કરે છે અને દશમે મસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org