________________
૨૧૪
પૂજાસંગ્રહ સાથે
ઠાણાંગે દશ થિવિર કહ્યા રે, રત્નત્રયના નિધાન રે; તે ઈહાં પ્રશસ્તભાવે રહ્યા રે, દ્રવ્યાદિક અનુમાન, ગુo તપ કૃત ધીરજ ધ્યાનથી રે, દ્રવ્યગુણ પર્યાય જ્ઞાતા રે; સ્વરૂપમણ થિવિરા ભલા રે, નહિ પલિતાંકર ત્રાતા. ગુo ૬ એ પદ સાધતા ભાવથી રે, પોત્તર મહારાય રે; તીથ કરપદવી લડી રે, સૌભાગ્યલક્ષ્મી સુખદાય, ગુ૦ ૭
મત્ર કુછ હૈ શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનતયે જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે અહલે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપં, અક્ષાં, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા,
ઠાણુગસૂત્રના દશમા કાણામાં દશ પ્રકારના સ્થવિરે કહ્યા છે. તે રત્નત્રયના નિધાન જેવા હોય છે. તેને અહીં દ્રવ્યાદિકને અનુમાને પ્રશસ્તભાવે ગ્રહણ કરેલા છે. ૫
તપસ્થવિર, શ્રુતસ્થવિર, ધૈર્યસ્થવિર, ધ્યાનસ્થવિર, દ્રવ્યસ્થવિર, ગુણવિર, પર્યાયસ્થવિર, જ્ઞાનસ્થવિર અને સરૂપરમ
સ્થવિર આ નવે પ્રકારના સ્થવિરો સ્થવિરપણાને યોગ્ય છે. દશમા માત્ર વયસ્થવિર કે જેને ધોળા મળી આવેલા હોય છે તે ખાસ ત્રાતા–રક્ષણકારક નથી. ૬
આ સ્થવિરપદનું ભાવપૂર્વક આરાધના કરવાથી પદ્મોત્તર રાજા તીર્થંકરપદવીને પામ્યા છે અને સુખ આપનાર સૌભાગ્યલક્ષ્મીને પણ પામેલા છે. ૭
મંત્રનો અર્થ–પ્રથમપદપૂજાને અંતે છે તે મુજબ જા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org