SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ - - - - - s વીશસ્થાનકની પૂજા સાથે નિર્મલ પીઠ ત્રિકોપરિ સ્થાપી જિનવર વીશઃ પૂજોપકરણ મેલવી, પૂજીએ વિધાવીશ. એક એક પદ વર્ણન કરી, પૂજા પંચ પ્રકાર; અડવિધ એકવીશ જાણિયે, સેવા સત્તર ઉદાર, સજલ કલશ અડ જાતિના, જિનઆણશિર ધાર; પૂજે સ્થાનક વીશને, તસ નહિ દુરિત પ્રચાર. પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે દઈએ, નમે નમે શ્રી જિનભાણ ૬ ૭ નિર્મળ એવા ત્રણ પીઠ (પાટલા) નું ઉપરાઉપર સ્થાપન કરીને તેની ઉપર વીશ તીર્થ કરના બિંબનું સ્થાપન કરીએ અને પછી પૂજાના તમામ ઉપકરણો ભેગા કરી પૂરેપૂરી રીતે તેમની પૂજા કરીએ ૪ . વીશસ્થાનકમાંથી એકેક પદનું સારી રીતે વર્ણન કરી, પછી તેની પાંચ પ્રકારે, આઠ પ્રકારે, એકવીશ પ્રકારે અને સત્તર પ્રકારે ઉદારપણે પૂજા કરીએ. ૫ પરમાત્માની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને પ્રથમ આઠ જાતિના કળશે નિર્મળ જળથી ભરીએ અને પછી ક્રમસર વીશે સ્થાનકને પૂજીએ. જે એ પ્રમાણે પૂજા કરે છે તેના દુરિત–પાપને પ્રચાર થઈ શકતો નથી અર્થાત્ તેના પાપને નાશ થાય છે. ૬ શ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ઠિમાં ભગવાન અરિહંત પરમેશ્વર મુખ્ય છે. તેને નામ–સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચારે નિક્ષેપવડે ધ્યાએ અને જિનેશ્વરરૂપ સૂર્યને વારંવાર નમસ્કાર કરીએ. ૭ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy