SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પૂજાસંગ્રહ સાર્થ પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે, ધર્મની છાયા રે તરુ સહકારની. ૧ શીતળ નહીં છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની; કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની, ૨ એંશી ભાંગે દેશથકી જે પિસહ રે, એકાસણું કહ્યું રે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘર જઇને જયણુમંગળ બોલી રે, ભાજન મુખ પુંજીરે શબ્દ વિના જમે. શીતળo ૩ ચાર પ્રકારની વિકથાને ત્યાગ કરીએ. આ જીવ પ્રાયઃ દેવગતિ પર્વના દિવસે સાધે છે. ધર્મની છાયા તે આમ્રવૃક્ષની છાયા જેવી છે. આ સંસારની છાયા શીતળ નથી પરંતુ આ સંસારની માયા ખોટી છે. આ કાયા કાચના જેવી ફૂટી જાય તેવી છે, અંતે ધૂળમાં મળી જનાર છે. સાચી માયા એક જિનેશ્વરના અણુગારની છે. ૧-૨ ચાર પ્રકાર (આહાર પસહ, શરીરસત્કાર પિસહ, અત્યાપાર પસહ અને બ્રહ્મચર્ય પસહ)ના પિસહના સંયેગી ભાંગ એંશી થાય છે. તેમાં આહાર પિસહ જ દેશથી થઈ શકે છે. એથી પિઅહમાં એકાસણું કરી શકાય એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું કરવા માટે પૌષધ કરનારાએ ઘરે જઈ જયણમંગળ શબ્દ બેલી ભાજન વગેરે પ્રમાજી શબ્દ કર્યા વિના જમવું. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy