________________
બારવ્રતની પૂજા સાથે
૧૫૫ યોગ્ય આચારને, સુગુરુ અણગારને,
ધર્મ જયણાયુત આદરે છે; સમકિતસારને, ઇડી અતિચારને,
સિદ્ધપડિમા નતિ નિત કરે એ, ૬ શ્રેણિક ક્ષાયિકે, ક્ષીર ગંગાદક,
જિન અભિષેક નિત તે કરે છે, સિંચી અનુકૂળને, કહપતરુમૂળને,
શ્રી શુભવીર પદ અનુસરી એ. ૭ છે, જગત્ના છના બંધુ તુલ્ય છે, એવા રાગ-દ્વષ વિનાના દેવને દેવ તરીકે માનીએ. ૫
ગુરુ તરીકે કોને માનવા ? તે કહે છે–જે પાંચ આચારની યેગ્યતાવાળા છે, જેઓએ ઘર-બારને ત્યાગ કર્યો છે ( અણગાર છે), તેમને સુગુરુ તરીકે માનીએ. અને જયણું યુક્ત ધર્મને ધર્મ તરીકે સ્વીકારીએ. આ પ્રમાણે સમકિતના સારને ( શંકા-આકાંક્ષા–વિતિગિચ્છા, મિથ્યામતિની પ્રશંસા અને મિથ્થામતિ પરિચયરૂપ, પાંચ અતિચારને તજી સ્વીકારે. અને સિદ્ધની પ્રતિમાને હંમેશા નમસ્કાર કર. ૬
ક્ષાયિક સમકિતી શ્રેણક રાજા હંમેશા દુધ અને ગંગાનદીના પાણીથી શ્રી જિનમૂર્તિને અભિષેક કરતા હતા. અનુકૂળ એવા શ્રાવકના વ્રતરૂપ કલપવૃક્ષના મૂળ-સમક્તિને સીંચીને શ્રી શુભવીર પરમાત્માના પદને-તીર્થકરપદને અનુસર્યા અર્થાત્ તેમણે તીર્થંકરપદની નિકાચના કરી. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org