________________
૧૫૦
પૂજાસંગ્રહ સાથે
સમવસરણ સુરવર , વન મહસેન મઝાર; સંઘ ચતુર્વિધ થાપીને, ભૂતળ કરત વિહાર, એક લખ શ્રાવક વ્રતધારા, એગણસાઠ હજાર; સૂત્ર ઉપાસકે વર્ણવ્યા, દશ શ્રાવક શિરદાર, પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર, ગુરુ વંદી જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર મુનિ મારગ ચિતામણિ, શ્રાવક સુરતરુ સાજ; બેઉ બાંધવ ગુણઠાણ, રાજા ને યુવરાજ, ૫ શિવમારગ વતન વિધિ, સાતમા અંગ માઝાર; પંચમ આરે પ્રાણીને, સુણતાં હેય ઉપકાર,
વિર પરમાત્મા મહાસેન વનમાં પધાર્યા ત્યારે દેવેએ ત્યાં સમવસરણની રચના કરી અને ત્યાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પ્રભુએ પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો. ૨
પ્રભુની પાસે વ્રત ઉચ્ચરનાર શ્રાવકે એક લાખને એગસાઠ હજાર હતા. તેમાં મુખ્ય શ્રાવકે કે જેનું ઉપાસકદશા સૂત્રમાં વર્ણન કરવામાં આવેલ છે, તે દશ હતા. તેઓ પ્રભુ પાસે બારવ્રત ઉશ્ચરી, અતિચાર તજી, ગુરુને વંદન કરી, જિનપ્રતિમાની વિવિધ પ્રકારે પૂજા કરતા હતા. ૩૪ | મુનિમાર્ગ ચિંતામણિરત્ન સમાન છે, શ્રાવક ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, ગુણેના સ્થાનમાં મુનિ અને શ્રાવક, બાંધવ એવા રાજા અને યુવરાજ સમાન છે. ૫
મોક્ષમાર્ગરૂપ શ્રાવકના વ્રતને વિધિ સાતમા ઉપાસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org