________________
૧૪૪
પૂજાસંગ્રહ સાથે
અગ્યારમી પૂજા
શત્રુંજયગિરિ મંડણે, મરુદેવાને નંદ; યુગલાધર્મ નિવારકે, નમો યુગાદિ જિર્ણોદ. ૧
દ્વારા ( વિરકુંવરની વાતડી કેને કહીએ—એ દેશી ) તીરથની આશાતના નવિ કરીએ,
નવિ કરીએ રે નવિ કરીએ; ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર, તીરથની... ૧ આશાતના કરતા થકાં ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી; કાયા વળી રે ભરાણ, આ ભવમાં એમ, તીરથની ૨ પરભવ પરમાધામીને વશ પડશે, કૌતરણી નદીમાં ભળશે; અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કેય, તીરથની ૩
દુહાને અથ-શત્રુંજયગિરિના આભૂષણરૂપ, મરુદેવા માતાના પુત્ર અને યુગલિકધર્મને નિવારનાર એવા યુગાદિજિર્ણોદષભદેવ પ્રભુને નમસ્કાર થાઓ. ૧
ઢાળને અર્થ-આ મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે ધ્યાનઘટાને જેડીએ તે આ સંસારને તરી જઈએ. ૧
તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે, કાયા રેગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી સ્થિતિ પ્રાપ્ત થાય. ૨
તીર્થની આશાતના કરનાર છે પરભવમાં પરમાધામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org