________________
વિશસ્થાનકર્તપૂજા વિધિ
ધીશ સ્થાનકનું તપ શરુ કરતાં અથવા એક એક ઓળી Hપૂર્ણ થાય તે વારે અથવા તપ ન કર્યું હોય અને સ્વા. ભાવિક ભાવ-ભક્તિથી પૂજા ભણવવી હોય, તે તેની વિધિ આ પ્રમાણે છે
દિનશુદ્ધિએ શુભ ઉ ઉંચા આસન ઉપર એક પંકિતએ વીશ પ્રતિમા અલંકાર સહિત સ્થાપીએ, તેની આગળ વળી ઉપરાઉપર ત્રણ બાજોઠ માંડીને તેની ઉપ૨ પંચતીથી પ્રતિમા સ્થાપના કરીને પ્રથમ લઘુલનાત્ર ભણાવીએ. પછી તીર્થફૂપદિકનાં પવિત્ર જળ આડંબર સહિત પ્રથમ જ લાવી મૂકેલાં હોય તે જળને સુવાસિત કરી, તે જળમાંથી થોડે થોડે જશે કરી વીશ કળશ ભરીને પવિત્ર થએલા વીશ પુરુષના હાથમાં આપી ઉભા રાખવા.
વળી તે વીશ અભિષેક કરવાને અર્થે એક પુરુષ ફૂલની માળા એક પાત્રમાં રાખે. એક પુરુષ ચંદન-કેશરને પ્યાલે રાખે. એક પુરુષ દીવામાં પૂરવા માટે ઘીનું પાત્ર રાખે. એવી રીતે ફળ, અક્ષત, નૈવેદ્ય, ધૂપ વગેરે જે સામગ્રી મેળવેલી હોય તે સર્વ ચીજ એક એક પુરુષ પિતપોતાની પાસે રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org