________________
પંચકલ્યાણક પૂજા સાથે
૧૦૭ નંદીશ્વર ઉત્સવ કરે મન
કલ્યાણક મેક્ષાનંદ; મનડુંo વર્ષ અઢીસેં આંતરું મન
શુભવીર ને પાર્શ્વજિર્ણોદ. મનડું ૧૧
ગીત ઉસવ રંગ વધામણું પ્રભુ પાસને નામે; કલ્યાણક ઉત્સવ કિયો ચઢતે પરિણામે, શતવર્ષાયુ જીવીને અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં નવિ રાખું ખામી,
જઈ સેવા-પૂજા કરે છે. પ્રભુના નિર્વાણ વખતે ભાવ ઉદ્યોત જવાથી દેવે દીવા કરવાવડે દ્રવ્ય ઉદ્યોત કરે છે. ૧૦
ઈંદ્રાદિક દેવે ત્યાંથી નંદીશ્વરદ્વીપે જાય છે અને મોક્ષ કલ્યાણક નિમિત્તે અઠ્ઠાઈ મહેત્સવ કરે છે. શુભકારી વીર પરમાત્માના અને પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ વચ્ચે અઢીસે વર્ષનું આંતરું છે. ૧૧
ગીતને અથ–શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી સર્વત્ર ઉત્સવ, રંગ અને વધામણ થાય છે. એમના પાંચે કલ્યાણકને મહોત્સવ ઈદ્ર વગેરેએ ચઢતા પરિણામે કર્યો છે. ૧ - સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અક્ષયસુખ-મેક્ષસુખ પામ્યા છે. હે પ્રભુ! તમારા ચરણની સેવાભક્તિ કરવામાં હું ખામી રાખતા નથી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org