________________
પંચકલ્યાણક પૂજા સાથે વિશાળ નૃપ શિબિકા રે, બેઠા સિંહાસન નાથ; બેઠી વડેરી દક્ષિણે રે, પટશાક લેઈ હાથ. નમેo ૪ વાબ દિશે અંબા ધાતરી રે, પાછળ ધરી શણગાર, છત્ર ધરે એક યૌવના રે, ઈશાન ફળ કર નાર, નમે૫ અગ્નિકેણે એક યૌવના રે, શ્યણમય અંબે હાથ; ચલત શિબિકા ગાવતી રે, સર્વ સાહેલી સાથ. નમેo ૬ શક ઇશાન ચામર ધરે રે, વાજીંત્રને નહીં પાર; આઠ મંગળ આગળ ચલે રે, ઇંદ્ર વજા ઝલકાર, નમે. ૭
અશ્વસેન રાજાએ તૈયાર કરાવેલી વિશાળા નામની શિબિકામાં સિંહાસન પર પ્રભુ બેઠા. કુળવૃદ્ધા સ્ત્રી પ્રભુની જમણી બાજુએ હંસના ચિત્રવાળા વસ્ત્રને લઈને બેઠી. પ્રભુની ડાબી બાજુએ ધાવમાતા બેઠી, પ્રભુની પાછળ શણગાર સજી એક નવયૌવના સ્ત્રી પ્રભુને છત્ર ધરવા લાગી. ઈશાનકેણમાં એક સ્ત્રી હાથમાં ફળ લઈને બેઠી. અગ્નિકેણમાં એક સ્ત્રી હાથમાં રત્નમય પંખે લઈને બેડી, જ્યારે શિબિકા ઉપાડવામાં આવી ત્યારે સર્વ સાહેલીઓ-સ્ત્રીઓ એકઠી મળીને શિબિકાની પાછળ ચાલતી ગાવા લાગી. ૪-પ
શકેંદ્ર અને ઈશાનેંદ્ર પ્રભુની બંને બાજુએ ચામર ઢાળે છે, અનેક પ્રકારના વાજીંત્રો વાગી રહ્યા છે. વરડામાં સૌથી આગળ અષ્ટમંગળ ચાલે છે, તેની પાછળ દેદીપ્યમાન ઈંદ્રવજા ચાલે છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org