________________
૧૦
નવાણુપ્રકારી પૂજાની વિધિ જ ધન્ય કળશ ગ્રહણ કરનાર નવ શ્રાવક અને ઉત્કૃષ્ટપણે નવાણું શ્રાવક જાણવા. તથા જઘન્યથી નવ જાતિનાં પ્રત્યેક પૂજા દીઠ નવ નવ ફળ મૂકવા. એમ અગીયારને નવ ગુણ કરીયે તે વારે નવાણું ફળ થાય. એમ જ સુખડી આદિ પણ જઘન્યની નવ જાતિની અગીયાર અગીયાર નંગ લાવીને પ્રત્યેક પૂજા દીઠ નવ નંગ મૂકવાં, તથા નવાણું દીપક વંશમાલે ધરીએ. તંદુલના સાથીયા નવાણું કરીએ.
બારવ્રતની પૂજાની વિધિ વિશાળ જિનભવનમાં અથવા પીઠિકાની રચના કરીને ત્યાં મહાવીર પ્રભુની પ્રતિમા સ્થાપન કરવી. વામ (ડાબી) દિશાએ કલ્પવૃક્ષ સ્થાપન કરવું. પછી તે પ્રતિમા આગળ પ્રત્યેક પૂજા દીઠ જે જે વસ્તુ પ્રભુને ચઢે છે તે ચઢાવવી. બાકી પણ, અષ્ટમંગલ અને દવાઓ સર્વ મૂકવાં. જઘન્યથી તેર પુરુષ તેર ઈન્દ્રાણું. શેષ વિષિ અષ્ટપ્રકારી પૂજાની વિધિ પ્રમાણે જાણવી જેમ કે૧ પ્રથમ પૂજા ભણાવ્યા પછી મંત્ર કહી જળપૂજા કરવી. ૨ બીજી પૂજા ભણાવ્યા પછી મંત્ર કહી ચંદનપૂજા કરવી. ૩ ત્રીજી પૂજા જણાવ્યા પછી મંત્ર કહી વાસક્ષેપપૂજા કરવી. ૪ થી પૂજા ભણાવી મંત્ર બેલી પુષ્પમાળા ચઢાવવી. ૫ પાંચમી પૂજા ભણાવી મંત્ર બોલી પ્રભુ આગળ દીપ ધર. ૬ છઠ્ઠી પૂજા ભgવી મંત્ર બોલી પ્રભુ આગળ ધૂપ ઉખેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org