SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અસ્તનક-સૂત્ર મિલકતને હાથ ન લગાડી શકે. (પૃ ૧૦૫) ૨. જે મનુષ્ય – સરખાવો ધમ્મપદ એકવીસમો પ્રકીર્ણક વર્ગ શ્લોક ૨: परदुक्खूपधानेन अत्तनो सुखमिच्छति । वेरसंसग्गसंसट्ठो वेरा सो न पमुच्चति ।। બીજાને દુઃખ દઈને જે પોતાનું સુખ ઈચ્છે છે તે વૈરભાવવાળો થાય છે અને વૈરભાવથી છૂટી શકતો નથી. ૩. સંયમીએ - જુઓ સત્યસૂત્ર ટિપ્પણ બીજું મુનિજન. ૪. નિર્દોષ નિર્દોષ વસ્તુઓ – વસ્તુઓ ઉત્તમ પ્રકારની હોય, સુંદર હોય, આકર્ષક હોય, મોહક હોય, મનને કે ઈદ્રિયોને ગમી જાય તેવી હોય વા પરિશ્રમ વગર વા ઓછે શ્રેમે નીપજતી હોય વા શરીરને અનુકૂળ હોય તેવા અર્થમાં અહીં 'નિર્દોષ' શબ્દ વપરાયો નથી, તેવા અર્થમાં આ શબ્દને સમજવાનો નથી. સર્વોદયની અહિંસક દષ્ટિએ વિચારતાં માનવમાત્ર જે જે વસ્તુનો ઉપયોગ કરે છે તે તમામ વસ્તુઓની નિદોંપતાને સમજવાની રીત આ છે: ખપમાં આવતી વસ્તુને બનાવતાં વા મેળવતાં બનાવનારને વા મેળવનારને તેની-વસ્તુની-પાછળ અસત્ય, અનીતિ, હિંસા, છળકપટ, બીજાની આજીવિકાનો નાશ અને બેકારીના પ્રમાણમાં વધારો વગેરે કેવી કેવી જાતની દૂષિત કરણી કરવી પડી છે ? એ બાબત પ્રત્યેક વસ્તુ વિશે વિચાર કરવાનો છે. જે વસ્તુની પાછળ એવી દૂષિત કરણી ઓછી માલૂમ પડે તેટલે અંશે તે વસ્તુ નિર્દોષ અને જે વસ્તુની પાછળ એવી દૂષિત કરણી વધારે માલૂમ પડે તેટલે અંશે તે વસ્તુ સદોષ. પ્રત્યેક વસ્તુને મેળવતી વા ખરીદતી વખતે નિર્દોષતા-સદોષતાનો આ વિચાર સામે રાખવાનો છે એવો આશય શોધી શોધીને લેવી એ વાકયનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy