________________
પ્રકાશકીય
ભગવાન મહાવીરનો ઉપદેશ આગમ ગ્રંથોમાં ગણધર ભગવંતો દ્વારા ગૂંથવામાં આવ્યો છે. આ ગ્રંથો પ્રાકૃત ભાષામાં હોવાથી તથા સૂત્રાત્મક શૈલીમાં રચાયેલા હોવાથી સર્વ માટે સુગમ નથી. આજના યુગમાં તો તે વિશેષ દુર્ગમ બન્યા છે. વર્તમાનયુગમાં સૌ કોઈને ભગવાન મહાવીરનો ઉપદેશ જાણવાની અને સમજવાની ભાવના થાય ત્યારે તેમના ઉપદેશનો સાર ખૂબ જ ઉપયોગી નીવડે. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશના સારસ્વરૂપ મહાવીરવાણી ગ્રંથમાં વર્ષો પૂર્વે (સ્વ) પંડિત શ્રી બેચરદાસ દોશીએ આગમ ગ્રંથોનું દોહન કરી તેમાંથી ઉપયોગી ગાથાઓનો સંગ્રહ કરેલો અને અનુવાદ સાથે વર્ષો પૂર્વે પ્રકાશિત કર્યો હતો, પરંતુ વર્તમાનમાં સુલભ ન હોવાને કારણે તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં જૈનધર્મના સિદ્ધાંતોનો અન્ય ધર્મોના સિદ્ધાન્તો સાથે તુલનાત્મક અભ્યાસ ટીપ્પણોમાં રજૂ કરવામાં આવ્યો છે તે પણ ખૂબ જ મનનીય છે. અમને આશા છે કે, પ્રસ્તુત ગ્રંથ જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો જાણવાની જિજ્ઞાસા રાખનાર સૌ કોઈને ઉપયોગી થશે.
અમદાવાદ, ૧૯૯૭
જિતેન્દ્ર શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org