SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં આ નિપુર સત્ય ઉચ્ચારવાની ધૃષ્ટતા મેં એ દાવે કરી કે હું એ જ કડવી તુંબડીનો વેલો, એ જ સંસ્કૃતિની પેદાશ, એની સાર૫ તેમજ શરમનો વારસને એ જ માનું ફરજંદ છું. હેમ્લેટે એની જણેતાની ઉગ્ર નિર્ભર્સના કરી. મારી મા એના જ પેટજગ્યા મારા પિતરાઈઓની કરેલી મારી આ નિર્ભર્સેના સામે પુત્રો ગાત વિજ કુમતિ ન મવતિ'વાળું આશ્વાસન લે તે સામે મને વાંધો નથી. પણ આજે એ બધાં વસમાં વીતકોની રાત વીતી છે. સંસારની ઘટમાળમાં પતન-અભ્યદયનાં ડોલચાં નિરવધિ કાળની કૂખે ચક્રનેમિક્રમે ચાલ્યા પછી આજે પાછું ઉદયકાળનું આગમન થયું છે અને તે બધે નવજીવન વેરી રહ્યું છે. હજાર વર્ષના અસ્તઅંધાર પછી ફરી એક વાર હિંદ આત્મભાનની મજલે પહોંચ્યું છે. આજે જવાહરલાલજીથી માંડીને એકેએક હિંદી દેશમાં નવી હવા ને નવી તાજગી અનુભવી રહ્યો છે; હિંદનું નવું દર્શન કરી રહ્યો છે. સમન્વયની પ્રક્રિયાઓ અને બળો પ્રજા શરીરમાં ને પ્રજામાનસમાં આજે કામ કરવા લાગ્યાં છે. હિંદુ સંસ્કૃતિને મહાવૃક્ષની બૌદ્ધ, જૈન, શીખ એકેએક શાખા-પ્રશાખાઓના નિર્મળ અને શાશ્વત અંશો પરત્વે એકેએક શિક્ષિત હિંદુ આજે સભાન અને મગરૂબ છે. લીલવૂણાના બાઝેલા પોપડા ઝાડીઝાપટી ભોંયભતો લીંપીગૂંપી ઘોળીને ઘરઆંગણેનાં સંસ્કૃતિ-મંદિરોની સમગ્ર વસાહતનો જીર્ણોદ્ધાર કરવા એ મથી રહ્યો છે. બૌદ્ધો, જૈનો, શીખો, સનાતનીઓ, સુધારકો, ઉદ્ધારકો તેમજ દેશના લાખો કરોડો હરિજન આદિવાસી અને ભૂમિહીનોને માનવી જેવાં માનવીનો દરજજો ને પ્રતિષ્ઠા આપીને હારમાં લાવવા માગનારા તરફદારો કે ભૂદાન સેવકો, બધાં જ એ જીર્ણોદ્ધાર કરવાવાળા પથકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy