SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ મહાવીર વાગી રીતે દોષસ્થાનોને ઢાંકી દેનારા સાધકને પાપકર્મનું બંધન થતું નથી. (२८५) पढसं नाणं तओ दया एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काही किंवा नाहिइ छेय-पावगं ? ॥४॥ ૨૮૫. સાધનામાં પ્રથમ સ્થાન જ્ઞાનનું છે અને તે પછીનું સ્થાન દયાનું છે. આ રીતે એટલે પહેલાં જાણકાર થયા પછી જ અહિંસાના વ્રતને સ્વીકારીને તમામ સંયમી સાધકો પોતાના સંયમ ઉપર ખડા રહી શકે છે. અજ્ઞાની શું કરી શકે? અર્થાત્ જ્ઞાન વગરનો સાધક દયાપ્રધાન સંયમને શી રીતે પાળી શકે? અથવા આ શ્રેય છે’ અને ‘આ અશ્રેય છે - પાપ છે', એમ અજ્ઞાની શી રીતે જાણી શકે? (૨૮૬) તોડ્યા નાઝુ ફ્લાઈ તોડ્યા ના રૂપાવા उभयं पि जाणइ सोच्चा, जं छेयं तं समायरे ॥५॥ ૨૮૬. સાધક, સંત પુરુષોનાં વચનોને સાંભળીને શ્રેયકર માર્ગને જાણી શકે છે. એ જ રીતે (સંત પુરુષોનાં વચનોને) સાંભળીને પાપકર માર્ગને પણ જાણી શકે છે. એ બંને માર્ગને સાંભળ્યા પછી જ તેમનું ખરું જ્ઞાન મળી રહે છે. માટે પ્રથમ શ્રવણ તરફ લક્ષ્ય કરવું અને પછી મનન તરફ સાવધાન બનવું. આમ કર્યા પછી જે શ્રેયરૂપ માર્ગ છે તેનું આચરણ કરવું. (૨૮૭) નો નીવે વિરાછડું, મનીષે વિ રગાર્ડ जीवाऽजीवे अयाणंतो कहं सो नाहिइ संजमं? ॥६॥ ૨૮૭. ચેતન તત્ત્વને-જીવોને પણ જે જાણતો નથી અને અજીવોને પણ જે જાણતો નથી, તો પછી, આવોને અને અજીવોને ન જાણતો - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy