SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મહાવીર વાણી ર્યા જ કરે છે તે રીતે મુનિ ભિક્ષા માટે ર્યા જ કરે છે માટે તેનું નામ ગોચરી. આ સંબંધી વિશેષ જ્ઞાન માટે જુઓ પાનું ૫૪ તથા ૫૫ સાતમું પરિગ્રહસૂત્ર તથા ગા, ૬પમી અને તે ઉપરનું ટિપ્પણ ભમરો તથા જુઓ બાવીસમું ભિક્ષસૂત્ર. ભિક્ષાચય માટે જે નિયમો જૈન આગમોમાં છે તેવા જ નિયમો બૌદ્ધ પિટકોમાં છે અને તેવા જ નિયમો મનુસ્મૃતિમાં પણ છે. તે બાબત મહાભારત શાંતિપર્વ અધ્યાય નવમામાં જે શ્લોકો આપેલા છે તે અને મનુસ્મૃતિ – અધ્યાય છઠ્ઠામાં પપ થી પ૭ સુધીના જે શ્લોકો આપેલા છે તે આ છે: विधूमे न्यस्तमुसले व्यङ्गारे भुक्तवज्जने। अतीतपात्रसंचारे काले विगतभिक्षुके । एककालं चरन् भैक्ष्यं त्रीनथ द्वे च पञ्च वा। શ્લો, ૨૨, ૨૩ (મહાભા.) एककालं चरेत् भैक्षं न प्रसज्जेत विस्तरे। भैक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सज्जति ॥ ५५ विधूमे सन्नमूसले व्यङ्गारे भुक्तवजने। वृत्ते शरावसंपाते भिक्षां नित्यं यतिश्चरेत् ।। ५६ अलाभे न विषादी स्यात् लाभे चैव न हर्षयेत् । प्राणयात्रिकमात्र: स्यात् मात्रासंगात् विनिर्गत: ।। ५७ ભિક્ષા માટે એક વખત ફરવું અર્થાતુ એક વખત ખાવું. ભિક્ષાથી મળેલા ભોજનમાં આસકિત ન રાખવી, ગામમાંથી રાંધણિયાનો ધુમાડો દેખાતો બંધ થઈ ગયો હોય, રાંધવાને લગતાં પીસવા વાટવા ખાંડવા કે દળવા વગેરેના કામો બંધ પડી ગયાં હોય, રાંધવાના ખપ માટેના અંગારા બુઝાઈ ગયા હોય, ઘરનાં તમામ લોકો ખાઈ ચૂક્યા હોય અને વાસણો માં જવા માટે નીકળી ગયાં હોય ત્યારે – ત્રીજે પહોરે મુનિએ ભિક્ષા માટે નીકળવું. ભિક્ષા ન મળે તો ખેદ ન કરવો અને મળી જાય તો રાજી ન થવું અને કેવળ સાધના સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy